Jun 25, 2024
સોનાક્ષી સિંહ અને ઝહીર ઈકબાલે 23 જૂન, 2024ના રોજ મુંબઇમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. બંને આ કપલના રિસેપ્શનમાં બોલીવુડ સહિત ઘણા ફેમસ સેલિબ્રિટ આવ્યા હતા.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ સાત વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. આખરે બંને એ એક થવાનું નક્કી કર્યું.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે પહેલા રજિસ્ટર્ડ મેરેજ કર્યા અને ત્યારબાદ રિસેપ્શન રાખ્યું હતું. રજિસ્ટર્ડ મેરેજમાં બંને સફેદ આઉટફિટ પસંદ કર્યા હતા. જેમા સોનાક્ષી સિંહાએ 40 વર્ષ જૂની આઈવરી સાડી પહેરી હતી, જે તેની માતા પૂનમ સિંહાએ પોતાના લગ્નમાં પહેરી હતી.
રિસ્પેશનમાં સોનાક્ષી સિંહાએ જે ચાંદ બુટા બનારસી સાડી પહેરી હતી, તેની કિંમત 80000 હતી. તો ઝહીર ઈકબાલે વ્હાઇટ આઉટફિટ પસંદ કર્યો હતો. બંન કપલ રિસેપ્શનમાં બહુ જ ખુશ દેખાતા હતા.
લગ્નના એક દિવસ બાદ ઝહીર ઈકબાલે તેના ઈન્સ્ટાગ્રામ પર સોનાક્ષી સિંહા સાથેના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આ સાથે પોસ્ટમાં ભાવુક કેપ્શન પણ લખ્યું છે.
ઝહીર ઈકબાલે પોસ્ટમાં લખ્યું છે - શું દિવસ હતો, પ્રેમ, હંસી, સાથ, ઉત્સાહ, ઉંમર, આપણા દરેક મિત્ર, પરિવાર અને ટીમનો સપોર્ટ... એવું લાગતુ હતુ જેમ બ્રહ્માંડ બે પ્રેમ કરનાર લોકો માટે એક સાથે આવ્યા અને તેમને એ જ આપ્યું, જેની તેમણે હંમેશા આશા, ઇચ્છા અને પ્રાર્થના કરી હતી.
વધુમાં લખે છે - જો આ ભગવાનનો હસ્તક્ષેપ નથી, તો અમે નથી જાણતા કે આ શું છે. અમે બંને હકીકતમાં એક બીજા માટે ધન્ય છીએ અને આટલો બધો પ્રેમ અમારી રક્ષા કરી રહ્યો છે.
અલબત્ત ઝહીરે આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું છે. જો કે સોનાક્ષી અને ઝહીરના આ રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયા છે.
આ અગાઉ ઝહીર ઈકબાલે રજિસ્ટર્ડ મેરેજના ફોટા પોસ્ટ કર્યા હતા. જેમા ઝહીર સોનાક્ષીના હાથ પર ચુંબન કરી રહ્યો છે.
દુલ્હન સોનાક્ષી સિંહાના લગ્નમાં તેના માતાપિતા પણ ખાસ લુકમાં જોવા મળ્યા હતા. શત્રુધ્ન સિંહા એ બ્લુ કલરના કુર્તા ધોતી સાથે યુનિક લુક કેરી કર્યો હતો. તો માતા પૂનમ સિંહા એ ગોલ્ડન અને ઓફ પિંક કલરનો સરારા પહેર્યો હતો.
પુત્ર ઝહીર ઈકબાલના લગ્નમાં તેના માતા પિતા પણ વ્હાઇટ ગોલ્ડન મેરેજ સુટમાં જોવા મળ્યા હતા. ઝહીરના પિતા રત્નશી ઈકબાલ બિઝનેસમેન છે.