સાઉથ એક્ટર યશને કોઇ ઓળખની જરૂર નથી. એક્ટર દુનિયાભરમાં વિખ્યાત છે

Apr 29, 2024, 12:36 PM

વિશ્વમાં ડંકો

એક્ટર યશની સાઉથની સાથે નોર્થ ઇન્ડિયામાં પણ બહોળી ફેન ફોલોઇંગ છે. યશએ વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ KGF cheptar 2થી વિશ્વમાં ડંકો વગાડ્યો

યશ કરિયર

KGFથી યશ રાતોરાત સ્ટાર બની ગયો. આજે એક્ટર એક ફિલ્મ માટે સાઉથ સ્ટાર પ્રભાસને પણ ટક્કર આપે તેટલી ફી લે છે. જાણીને નવાઇ લાગશે કે આજે કરોડો રૂપિયા કમાનાર યશએ પોતાના કરિયરની શરૂઆત માત્ર 300 રૂપિયાથી કરી હતી

નાનપણનું સપનું સાકાર

યશ નાનપણથી એકટર બનવાના સપના જોતો હતો. તેથી તે નાટક અન ડાન્સમાં ભાગ લેતો હતો. યશ એક્ટર બનવા માટે ઘરેથી ભાગી બેંગલોર ગયો હતો.

યશ

ઘરેથી ભાગીને બંગલોર ગયા પછી યશ બેંક સ્ટેજ પર કામ કરતો હતો અને ફિલ્મોમાં પણ તેની કોશિશ ચાલુ હતી

કરિયરની શરૂઆત

એકટર યશએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008માં કરી હતી. યશની પહેલી ફિલ્મ 'મોગિના મનાસુ' હતી, જે માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો

યશ મુવી લિસ્ટ

યશએ અત્યાર સુધીમાં રાજધાની, ગજકેસરી, માસ્ટર પીસ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે. પરંતુ એક્ટરના કરિયરને કેજીએફ ચેપ્ટર 1થી આસમાની ઉંચાઇ મળી હતી

યશ વર્કફ્રન્ટ

પ્રાપ્ત વિગત અનુસાર, યશની કેજીએફની બંને સીરિઝે 200 કરોડથી વધુ વેપાર કર્યો હતો. આજે યશ સોથી મોંઘો સ્ટાર છે. આ દિવસોમાં યશ તેની આગામી ફિલ્મ ટોક્સિકને લઇને ભારે ચર્ચામાં છે. જેના પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. યશની કુલ સંપત્તિ (કુલ નેટવર્થ) $7 મિલિયન એટલે કે 53 કરોડ છે. તેમની મહિનાની આવક 1 કરોડથી વધુ છે

આમીર ખાનને તેની એક્સ પત્નીએ કેમ થપ્પડ મારી હતી?