વર્ષ 2023 દર્શકો માટે મનોરંજથી ભરપૂર હશે. આ વર્ષે ઘણી રોમાચિંત ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મોની સાથે દર્શકોને ઘણા નવા ચેહરા પણ જોવા મળશે. આ વર્ષથી દિગ્ગજ સ્ટાર્સના કિડ્સ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. ત્યારે આવો જાણીએ તેમના નામ...
Jan 05, 2023
Mansi Bhuva
સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ઘર્મા પ્રોડક્શનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં અભિનેત્રી કાજોલ પણ મજબૂત પાત્રમાં જોવા મળશે.
આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પણ આ વર્ષે 'મહારાજા' નામની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે.
ચંકી પાંડેનો પુત્ર અહાન પાંડે પણ આ વર્ષથી અજય દેવગણ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન અંગે વાત કરીએ તો તે જાયો અખ્તરની આગામી ફિલ્મ 'આર્ચીજ'થી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવા માટે લડાઇ લડશે.
સલમાન ખાનની બહેન અલવીરા ખાનની પુત્રી અલીજેહ અગ્નિહોત્રી સૌમેન્દ્ર પાધીની નવી આગામી ફિલ્મ સાથે ડેબ્યૂ કરી રહી છે.
અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
હૃતિક રોશનના પિતરાઈ ભાઈ અને સંગીતકાર રાજેશ રોશનની પુત્રી પશ્મિના રોશન પણ 2023માં ઈશ્ક વિશ્કની સિક્વલથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.