Shraddha Kapoor : શ્રદ્ધા કપૂરની સુંદરતા અને ફિટનેસનો રાઝ છે આ ડાયટ પ્લાન અને વર્કઆઉટ રૂટિન, જાણો
શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે હેલ્થનું ખુબજ ધ્યાન રાખે છે. તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે અને સંતુલિત આહાર લે છે. તેને ઘરનું ખાવાનું પસંદ છે. અહીં જાણો એકટ્રેસના ડાયટ અને ફિટનેસ અંગે જાણો
શ્રદ્ધા કપૂરના ટ્રેનર માહેક નાયરે તેના ફિટનેસ અને ડાયટ પ્લાનનો ખુલાસો કર્યો હતો કે અભિનેત્રી તેના લુકને જાળવી રાખવા માટે કેવું સ્ટ્રીક ડાયટ અનુસરે છે તે વિશે વાત કરી હતી.
શ્રદ્ધા દરરોજ સવારે 5:30 વાગ્યે ઉઠે છે. તેના વર્કઆઉટ રૂટીનમાં વિવિધ પ્રકારની કસરતોમાં TRX, બોસુ બોલ વર્કઆઉટ્સ, પિલાટેસ, બર્પીઝ અને લંગ વોકનો સમાવેશ થાય છે.
તે ભોજનમાં ફાઇબર, મધ્યમ પ્રોટીન, ઓછા કાર્બોહાઇડ્રેટસ, ફેટ અને લાઈટ મિલ લેવાનું પસંદ કરે છે. તે 14-16 કલાકના તૂટક તૂટક ઉપવાસ પણ કરે છે.
સ્ટ્રી 2 અભિનેત્રી સબ્જી, દાળ, ચોખા, ચપાતી ખાય છે અને કેટલાક દિવસો તેને કોન્ટિનેન્ટલ અને એશિયન ખોરાક ખાવાનું પસંદ છે. તે 6.30 - 7.30 વાગ્યાની વચ્ચે તેનું ડિનર લેવાનું પસંદ કરે છે. તે નિયમિત કાર્ડિયો કરે છે.
જો તેને સાંજના સમયે થોડી ભૂખ લાગે છે, તો ખૂબ જ થોડો નાસ્તો કરે છે જેમાં તે સૂપ લે છે. તે સોફ્ટ ડ્રિક, પ્રોસેસ્ડ ચિપ્સ અને ડીપ-ફ્રાઈડ ફૂડથી દૂર રહે છે.
શ્રદ્ધા કપૂરની ફિટનેસ રૂટિન ખૂબ જ અનિયમિત છે. તે જે ફિલ્મ કરી રહી છે તેના પર આધારિત છે. જ્યારે તે ફિલ્મો કરતી નથી, ત્યારે તે તેના રૂમની સફાઈ અને ઘરના કામમાં વ્યસ્ત રહે છે.
Naga Chaitanya Sobhita Dhulipala Engagement : નાગા ચૈતન્યની શોભિતા ધુલીપાલા સાથે સબંધની અટકળો વચ્ચે કપલએ કરી સગાઇ, ફોટા જુઓ