Sunil Shetty: સુનીલ શેટ્ટી આથિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ભાવુક, જુઓ તસવીર

Jan 26, 2023, 05:50 PM

સુનીલ શેટ્ટીએ તેની લાડલીને 50 કરોડનો આલિશાન ફલેટ ભેટમાં આપ્યો હોવોની બાતમી મળી છે. 

આ ફોટામાં સુનીલ શેટ્ટી તેની પત્ની માના શેટ્ટી સાથે નવદંપતિને આશીર્વાદ આપી રહ્યો છે. ફોટોમાં કેએલ રાહુલની સાથે માતા-પિતા કેએન લોકેશ અને રાજેશ્વરી લોકેશ પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીરમાં આથિયા તેની માતા અને પિતા સુનીલ શેટ્ટીને ભાવુક બનીને આલિંગન કરી રહી છે. સુનીલ શેટ્ટીએ ફોટો શેર કરતી વખતે વ્હાઇટ હાર્ટ ઇમોજી બનાવ્યું છે.

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે સુનીલ શેટ્ટીના ખંડાલાવાલા બંગલામાં 23 જાન્યુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. 

આ નવદંપતીએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આપને જણાવી દઇએ કે, કેએલ રાહુલ 80 કરોડની સંપત્તિનો માલિક છે. 

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં બહુ ઓછા લોકોને નોતરૂ હતું. જો કે, તેઓ ટૂંક સમયમાં ભવ્ય રિસેપ્શન આપશે. 

આ સ્ટાર જોડીને લગ્નમાં સુનીલ શેટ્ટી સહિત બોલિવૂડના દિગ્ગજ સિતારાઓનો કરોડોની ભેટ આપી છે. 

સુનીલ શેટ્ટીએ તેની લાડલીને 50 કરોડનો આલિશાન ફલેટ ભેટમાં આપ્યો હોવોની બાતમી મળી છે.