તાપસી પન્નુ બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે જે તાજતેરમાં નેટફ્લિક્સ રિલીઝ ફિલ્મ 'ફિર આઈ હસીન દિલરુબા' માં જોવા મળી હતી.
તાપસી પન્નુએ ઘણી હિટ ફિલ્મો આપી છે, તે તેની એકટિંગ સ્કિલ સિવાય તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તાજતેરનો તેનો લેટેસ્ટ લુક એ વાતનો શાક્ષી છે.
તાપસી પન્નુ ફેશન ફ્લોર લેન્થ ડ્યુઅલ કલર્ડ બ્લેક એન્ડ રોઝ ગોલ્ડના વન સાઈડ સ્લીવલેસ અને અધર સાઈડ લોન્ગ સ્લીવ વાળું ગાઉન પસંદ કર્યું છે.
તાપસી પન્નુએ આ લેટેસ્ટ લુકના અલગ અલગ પોઝમાં ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના પર ફેન્સ દ્વારા કમેન્ટનો વરસાદ થઇ રહ્યો છે.
તાપસી પન્નુના લેટેસ્ટ લુકમાં તેણે પાર્ટીવેર આઉટફિટ પસંદ કરેલ હોવાથી તેણે માત્ર મિનિમલિસ્ટિક લુક પસંદ કર્યો છે.
તાપસી પન્નુએ આ લુકમાં ગોલ્ડ ડાયમન્ડ સ્ટડ ઈયરિંગ્સ અને હાથની આંગળીમાં મેચિંગ રિંગ પસંદ કરી છે.
તાપસી પન્નુના મેકઅપની વાત કરીયે તો તેણે સ્કિન ટોન મુજબ નેચરલ મેકઅપ કર્યો છે જે આઉટફિટ પર પરફેક્ટ મેચ થાય છે અને એલિગન્ટ પણ લાગે છે.