તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. એકટિંગ ઉપરાંત તે ફેશનઇન્સ્ટા તરીકે પણ ચર્ચામાં રહે છે.
તમન્ના ભાટિયા અવારનવાર તેની ફેશન સ્ટાઇલના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે, એકટ્રેસનો લેટેસ્ટ લુક વિશે અહીં વાત કરી છે.
તમન્ના ભાટિયા લેટેસ્ટ ફોટોઝમાં વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે, તેણે લોન્ગ સ્લીવ કોલર વાળું ડેનિમ વનપીસ પસંદ કર્યું છે.
ડેનિમ આઉટફિટમાં એકટ્રેસએ અલગ અલગ પોઝ આપ્યા છે જેના ચાહકો દ્વારા ખુબજ વખાણ કરવામાં આવી રહ્યા છે.
તમન્ના ભાટિયાની એક્સેસરીઝની વાત કરીયે તો તેણે 3 લેયર વાઈટ અને ગોલ્ડન નેક એક્સેસરીઝ પસંદ કરી છે જેના પર તેણે મેચિંગ ઈયરિંગ્સ પસંદ કરી છે.
તમન્ના ભાટિયાની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેમણે કર્લી હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે. મેકઅપની વાત કરીયે તો તેણે સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે.