તેજસ્વી પ્રકાશ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાના બર્થડે પર ગોવામાં થઇ રોમેન્ટિક
નાગિન ફેમ તેજસ્વી પ્રકાશે તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
આ તસવીરોમાં બંને ગોવામાં શાનદાર બર્થડે સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યા છે
આ સાથે આ તસવીરોમાં તેજસ્વી અને કરણ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે
તસવીરોમાં તેજસ્વી પ્રકાશ અને એક્ટર કરણ કુન્દ્રા વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે
બંને વચ્ચેના સંબંધો દિવસે દિવસે ગાઢ બની રહ્યો છે અને બને બંને એકબીજાની વધુ નજીક આવી રહ્યા છે
કરણ અને તેજસ્વીની લવ સ્ટોરી બિગ બોસ 15ના ઘરમાં શરૂ થઇ હતી
બંને ત્યાં મિત્રો બન્યા અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા
આ કપલ શરૂઆતથી જ પોતાના સંબંધોને લઇને ખુલ્લેઆમ બોલે છે.