ફોર્બસની યાદીમાં શાહરૂખ ખાનનું નામ પ્રથમ સ્થાન પર છે. શાહરૂખ ખાને 2023માં દમદાર કમબેક કરીને ફીમાં જબરદસ્ત વધારો કર્યો છે. ગયા વર્ષે તેની પઠાણ, જવાન અને ડંકી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થઇ હતી. શાહરૂખ ખાન હવે એક ફિલ્મ માટે 150થી 250 કરોડ સુધી ફી લે છે

May 17, 2024, 03:46 PM

રજનીકાંત

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ઉંમરના આ તબક્કે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ પણ સોંથી વધુ ફી લેનાર એક્ટરમાંથી એક છે. રજનીકાંત એક ફિલ્મ માટે લગભગ 150થી 210 કરોડ સુધી ચાર્જ કરે છે. રજનીકાંત ફોબર્સની યાદીમાં બીજા ક્રમાંક પર છે

વિજય થલાપતિ

સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિ પણ સાઉથનો સોંથી મોઘો ખેલાડી છે. તેઓ પણ એક ફિલ્મ માટે લગભગ 100થી 200 કરોડ રૂપિયા ફી વસૂલે છે. વિજય થલાપતિનું નામ ફોબર્સની યાદીમાં ત્રીજા સ્થાન પર છે

પ્રભાસ

ફોબર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં સાઉથનો વધુ એક સુપરસ્ટાર પ્રભાસ પણ હાઇએસ્ટ પેઇડ એક્ટરમાંથી એક છે. પ્રભાસના સ્ટારડમમાં બાહુબલી મુવીએ મોટા વધારો કર્યો છે. જે બાદ તેની ફીમાં પણ વધારો થયો છે. પ્રભાસ એક ફિલ્મ માટે 100થી 200 કરોડ રૂપિયા ફી લે છે

આમિર ખાન

દંગલ એક્ટર આમિર ખાન ફોબર્સની હાઇએસ્ટ પેઇડ એક્ટરની યાદીમાં પાંચમાં સ્થાન પર છે. તે એક ફિલ્મ માટે 100થી 175 કરોડ વચ્ચે ફી લે છે. આમિર ખાન છેલ્લે 'લાલ સિંહ ચઢ્ઢા' મુવીમાં જોવા મળ્યો હતો. હવે તે તારે જમીન પરની સિક્વલમાં જોવા મળવાનો છે

સલમાન ખાન

ભાઇજાનની વાત કરીએ તો તે આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે છે. એક્ટર એક ફિલ્મ માટે 100થી 150 કરોડ રૂપિયા વચ્ચે ફી લે છે. સલમાન ખાન હવે સિકંદર મુવીમાં જોવા મળશે. જે ઇદ 2025ના દિવસે રિલીઝ થશે

કમલ હાસન

સાઉથના શ્રેષ્ઠ ડાયેરક્ટર અને એક્ટર કમલ હાસન એક ફિલ્મ માટે 100થી 150 કરોડ રૂપિયા ફી લે છે

અલ્લુ અર્જુન

પુષ્પા ફેમ અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 100થી 125 કરોડ રૂપિયા ફી લે છે. અલ્લુ અર્જુન હાલમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2ને લઇને ભારે ચર્ચામાં છે

અક્ષય કુમાર

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર ફોબર્સની યાદીમાં 9માં સ્થાન પર છે. તે એક ફિલ્મ માટે 60થી 150 કરોડ રૂપિયા વચ્ચે ફી લે છે

અજીત કુમાર

અજીત કુમાર સાઉથના સુપરસ્ટાર પૈકી એક છે. તે એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા આસપાસ ફી લે છે