અનુપમાના પાત્રથી ઘરે ઘરે લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીને આજે કોઈ ઓળખની જરૂર નથી. રૂપાલીનો શો અનુપમા દર અઠવાડિયે TRP લિસ્ટમાં ટોપમાં સ્થાન હાંસલ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલી એક શો માટે 1 થી 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને તે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે

May 03, 2024, 06:54 PM

લોકપ્રિય સીરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈ ફેમ હિના ખાન રિપોર્ટ્સ અનુસાર, આ શોના એક એપિસોડ માટે 1 લાખથી 1.25 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી

નાના પડદાની સફળ અભિનેત્રીઓની યાદીમાં શિવાંગી જોશીનું ખાસ સ્થાન છે. શિવાંગી તેના અભિનયની સાથે-સાથે તેની હોટ અદાઓ માટે પણ જાણીતી છે. રિપોર્ટ્સ અનુસાર,'ખતરો કે ખિલાડી 12'માં શિવાંગીને પ્રતિ એપિસોડ 12 લાખ રૂપિયાનો હિસ્સો મળ્યો હતો

પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે પણ ખુબ જ વિશાળ ફેન ફોલોઇંગ ધરાવે છે. એક્ટ્રેસ હાલમાં એક ગીતમાં તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી. મીડિયા અહેવાલ અનુસાર, અંકિતા લોખંડે એક એપિસોડ માટે લાખોમાં ફી લે છે

ટેલિવિઝનની સુપરહોટ એકટ્રેસ નિયા શર્મા એક એપિસોડ માટે લગભગ 75,000થી 80,000 સુધી ચાર્જ કરે છે. તે ખત્તરો કે ખિલાડીનો પણ હિસ્સો રહી ચૂકી છે

એક હજારો મેં મેરી બહેના ફેમ જીવિકા ઉર્ફ ક્રિસ્ટલ ડિસુઝા ઘણા હિટ શો આપી ચૂકી છે. એકટ્રેસ એક એપિસોડ માટે 50થી 60 હજાર રૂપિયા સુધી ફી લે છે

દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી પસંદીદા એકટ્રેસમાંથી એક છે. તેને ય હૈ મોહબ્બત સીરિયલથી ખુબ ફેમસ થઇ હતી. મળતી માહિતી અનુસાર, દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડ માટે દોઢ લાખ સુધી ચાર્જ કરે છે