જાહ્નવી કપૂર તેની એકટિંગ ઉપરાંત ગ્લેમરસ લુક માટે જાણીતી છે. તાજતેરની તેની સોશિયલ મીડિયા ફોટોમાં તેનો આ લુક ટ્રેન્ડિંગ છે, ગોલ્ડન ગ્લીટરિંગ આઉટફિટમાં એકટ્રેસ અદભુત લાગે છે, જવેલરીમાં તેણે સિલ્વર ડાયમન્ડ નેકલેસ સાથે લોન્ગ ઇરયરિંગ્સ પસંદ કરી છે.
કૃતિ સેનનનો આજનો લુક ટ્રેન્ડિંગમાં છે જેમાં તેણે લોન્ગ ટર્ટલ નેક્ડ ડાર્ક ઓરેન્જ ગાઉન પસંદ કર્યું છે તેમાં તે એલિગન્ટ લાગે છે.
કાજોલ તાજતેરમાં તેની ફિલ્મ 'દો પતી' ના પ્રોમોશનમાં બીઝી છે, તેણે ઓલ બ્લેક આઉટફિટમાં તેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે સુંદર લાગે છે તેણે આ આઉટફિટમાં ઓવલ શેપ્ડ વાઈટ એન્ડ બ્લેક ડાયમન્ડ ઈયરિંગ્સ પસંદ કરી છે.
સોનાક્ષી સિન્હા એકટ્રેસ ઉપરાંત ફેશન ડિઝાઈનર પણ છે તાજતેરમાં પોસ્ટ કરેલ ઓલ બ્લેક વી શેપ્ડ વન પીસમાં તે અદભુત દેખાઈ રહી છે, જેમાં તેણે જેવેલરીમાં લોન્ગ સિલ્વર ઈયરિંગ્સ અને હાથમાં રિંગ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
તૃપ્તિ ડીમરી તેના યુનિક આઉટફિટના ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, આજનો તેનો બ્લ્યુ ગ્લીટરિંગ લહેંગા ચોલી લૂક ટ્રેન્ડિંગમાં છે જે નવરાત્રી લુક માટે પરફેક્ટ છે, એકટ્રેસએ ઓલ બ્લ્યુ લુકમાં લાઈટ મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે. જેમાં ડીપ વી શેપ્ડ સ્લીવલેસ બ્લાઉઝ મેચ કર્યો છે.
સોનમ કપૂરનો ઓલ ગોલ્ડન ટ્રેડિશનલ બ્લેઝર એન્ડ સ્કર્ટ લુક ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થયો છે, તેણે ડીપ વી શેપ્ડ બ્લેઝર સાથે જવેલરીમાં લોન્ગ ડાયમન્ડ નેકલેસ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
રશ્મિકા મંદાનાનો વેસ્ટર્ન લુક પણ ચર્ચમાં છે, જેમાં ઓલ બ્લેક એન્ડ લોન્ગ સ્લીવ ટીશર્ટમાં એકટ્રેસ ક્યૂટ પોઝ આપતી જોવા મળે છે.