ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ તાજેતરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તુનિશા પહેલા ઘણી અભિનેત્રીઓએ આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું.
Dec 27, 2022
Mansi Bhuva
તાજેતરમાં જ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને આપેલા ઈન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તેને આત્મહત્યાના વિચારો આવતા હતા.
ટીવી એક્ટ્રેસ શમા સિકંદરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેણે આત્મહત્યા કરવાના હેતુથી ઘણી ઊંઘની ગોળીઓ ખાધી હતી. ત્રણ કલાક પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેનો જીવ બચી ગયો.
ઉર્ફી જાવેદે એમ પણ કહ્યું હતું કે તેને લાગે છે કે તેની પાસે જે ક્ષમતા છે તે પ્રમાણે તેને કંઈ મળ્યું નથી. જેના કારણે તેના મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝને એક વિચિત્ર બીમારી થઇ હતી છે. તેણે જણાવ્યું હતું કે, તે આ બીમારીથી એટલી પરેશાન હતી કે તેણે આપઘાત કરી લેવાનું વિચારી લીધું હતું.
એક સમયે દીપિકા પાદુકોણ પણ ડિપ્રેશનનો શિકાર બની હતી. જેના કારણ તેને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો.
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલાઈક એક સમયે માનસિક તણાવથી પરેશાન હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે ત્યારે તેના મગજમાં ઘણીવાર આત્મહત્યાના વિચારો ઘૂમતા રહેતા હતા.