Ulajh Movie Song : જાહ્નવી કપૂરની ફિલ્મ ઉલજનું સોન્ગ રિલીઝ, જાહ્નવી અને ગુલશન દેવૈયાની કેમિસ્ટ્રી જોઈ?

Jul 22, 2024, 04:29 PM

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને ગુલશન દેવૈયા ટૂંક સમયમાં ઉલજ ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરશે. સુધાંશુ સરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના પ્રમોશન બાદ ચાહકોમાં રિલીઝને લઈને ખુબજ આતુર છે.

હવે ફિલ્મ તેની રિલીઝ ડેટની નજીક આવી રહી છે, ત્યારે મેકર્સે હવે ફિલ્મનું પહેલું પેપી ટ્રેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કર્યું છે, જેનું નામ શૌકન છે.

વિડીયો સોંગમાં જાહ્નવી કપૂર વાઇબ્રન્ટ વાઈટ આઉટફિટમાં મ્યુઝિક પર ક્લબમાં ડાન્સ કરતી દેખાઈ છે. એકટ્રેસ ગુલશન દેવૈયા સાથેની પાર્ટીમાં ડાન્સ કરે છે.

શાશ્વત સચદેવ દ્વારા સુંદર રીતે કંપોઝ કરવામાં આવેલ આ ગીત, સિંગર નેહા કક્કર, જુબિન નૌટિયાલ અને શાશ્વત સચદેવ દ્વારા સંયુક્ત રીતે ગવાયુંછે. લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવી છે અને શાશ્વત સચદેવે મ્યુઝિક પણ બનાવ્યું છે.

ઉલજ એક આગામી થ્રિલર ફિલ્મ છે જેમાં જાન્હવી અને ગુલશન ઉપરાંત રોશન મેથ્યુ, આદિલ હુસૈન, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ તૈલાંગ, મેયાંગ ચાંગ અને જિતેન્દ્ર જોશી પણ મહત્વની ભૂમિકામાં છે.

આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીના ઉચ્ચ દાવની દુનિયાની વિશે જણાવતી આ ફિલ્મ 2 ઓગસ્ટે રિલીઝ થશે.