વર્ષ 2023માં ઘણી સૂપરહિટ ફિલ્મોની સિકવલ બોક્સ ઓફિસ પર ઘૂમ મચાવશે. આવો જાણીએ એ સિકવલના નામ...(Photo: Screen Grab)

Jan 06, 2023

Mansi Bhuva

વર્ષ 2012ની સુપરહિટ ફિલ્મ 'ઓહ માય ગોડ'ની સિક્વલ OMG 2 ફરી દર્શકોને કંઇક અલગ પીરસશે.

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઇગર 1 અને 2 સૂપહિટ ગયા પછી 'ટાઇગર 3' આ વર્ષ રિલીઝ થશે. 

ફુકરે 1 અને ફુકરે 2ની સફળતા બાદ નિર્માતાઓએ ફુકરે 3નું નિર્માણ કર્યું છે. આ સિકવલ આ વર્ષે જ રિલીઝ કરવામાં આવશે.

શાહિદ કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'ની સિક્વલ પણ આ વર્ષે રિલીઝ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ દ્વારા હ્રિતિક રોશનની બહન પશ્મીના ડેબ્યૂ કરશે.

હ્રિતિક રોશનની સૂપરહિટ ફિલ્મ ક્રિષની સિકવલ પણ આ વર્ષે રિલીઝ થશે.

સની દેઓલની સૂપરહિટ ગયેલી ફિલ્મ 'ગદર'ની સિકવલ 'ગદર 2' પણ આ વર્ષના અંતમાં રિલીઝ કરવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

'આશિકી 1' અને 'આશિકી 2'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ત્યારે ફિલ્મ નિર્માતાઓએ 'આશિકી 3' બનાવવાનું નક્કી કર્યું છે. આશિકી 3 પણ આ વર્ષે જ રિલીઝ થશે.