Urfi Javed : ઉર્ફી જાવેદએ બોલીવુડ સેલિબ્રિટીઝ વિશે એવું શું કહ્યું કે થયું આટલું વાયરલ?

Jun 10, 2024, 04:38 PM

સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સર ઉર્ફી જાવેદ (Urfi Javed) માત્ર તેના અવનવા વિચિત્ર પોશાક માટે જ નહીં પરંતુ તેના અસ્પષ્ટ અભિપ્રાય માટે પણ પ્રખ્યાત છે.

તાજેતરમાં,ઉર્ફી ની એક ક્લિપ વાયરલ થઈ છે જેમાં બોલિવૂડની હસ્તીઓ પર તે પ્રહાર કરે છે અને કહે છે બૉલીવુડ સેલિબ્રેટી પ્રેક્ષકો સાથે કનેક્ટ થવા માટે તેઓને મધ્યમ વર્ગ તરીકે લેબલ કરે છે.

ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરતાં ઉર્ફીએ નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, “જ્યારે શ્રીમંત સેલિબ્રિટીઓ એવો ઢોંગ કરે છે કે તેઓ ખૂબ જ મધ્યમ-વર્ગીય, ગરીબીમાં ઉછેરાયા છે. ત્યારે તે મને ખૂબ જ ચીડવે છે. ''

ઉર્ફીએ કહ્યું, ''સેલિબ્રિટીઝ કહે છે અમે ખૂબ જ મિડલ ક્લાસ હતા, અમે ક્યારેય ફસ્ટ ક્લાસમાં સફર કરી ન હતી, અમે ઈકોનોમીમાં સફર કરી હતી).' અને કહ્યું કે, અમે ક્યારેય પ્લેન પણ જોયું નથી, તમે શું વાત કરો છો?

ઉર્ફીએ કહ્યું, ''શ્રીમંત સેલિબ્રિટીઓ મધ્યમ-વર્ગીય હોવાની એકટિંગ કરે છે, પ્રેક્ષકો સાથે સારા સંબંધ અને કનેક્ટ થવા માટે એવું કરે છે, સેલિબ્રિટીઝ દાવો કરે છે કે તેઓ કંજૂસ છે અને પૈસા ખર્ચતા નથી. તો પછી તું કેમ કમાય છે? તમે નોકરી લો. મને આ ટેન્ટ્રમ પસંદ નથી. ફક્ત રિયલ બનો. પૈસા હોય અને તે પણ ખર્ચો તે ઠીક છે.”

જો કે ઉર્ફીએ કોઈ પણ સેલિબ્રિટીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.તે બિગ બોસ OTT 1, MTV Splitsvilla 14, અને MTV Splitsvilla 15 સહિતના રિયાલિટી શોમાં નિયમિત રહી છે. તે છેલ્લે દિબાકર બેનર્જીની લવ સેક્સ ઔર ધોખા 2 માં જોવા મળી હતી.

Richa Chadha : રિચા ચઢ્ઢાએ અલી ફઝલ સાથેના આંતરધર્મી લગ્ન વિશે આવું કહ્યું