સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવીને લાખો લોકોના દિલો પર રાજ કરે છે

May 09, 2024, 02:55 PM

વિજય દેવરકોંડા આજે 9 મેના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. વિજય દેવરકોંડાનું સાચું નામ દેવેરકોંડા વિજય સાઇ છે

વિજયએ 2011માં આવેલી ફિલ્મ નુવ્વિલા અને 2012માં રિલીઝ થયેલી ફિલ્મ લાઇફ ઇઝ બ્યુટીફુલથી કરિયરની શરૂઆત કરી હતી

જાણીને નવાઇ લાગશે કે ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલાં વિજય ટ્યૂશન લેતો હતો. પહેલી કમાઇ 500 રૂપિયા હતી

વિજય દેવરકોંડાની ફિલ્મ અર્જૂન રેડ્ડીએ એક્ટરની કિસ્મત ચમકાવી દીધી હતી

વિજય દેવરાકોંડા કરોડોની સંપત્તિના માલિક છે. મોંઘી કાર અને પ્રાઈવેટ જેટ ધરાવતા વિજય દેવરાકોંડા વોલીબોલ ટીમનો માલિક પણ છે

વિજય દેવરકોંડા એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ફી લે છે. બોલિવૂડ ફિલ્મ લાઇગર માટે એક્ટરે 35 કરોડ રૂપિયા ફી લીધી હતી

વિજય દેવરકોંડા હૈદરાબાદનો પોશ વિસ્તાર જુબલી હિલ્સ વિસ્તારમાં સ્થિત લકઝરી બંગલામાં રહે છે. જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. વિજય દેવરકોંડા પાસે 68 લાખની મર્સિડિઝ, દોઢ કરોડની વોલ્વો એક્સ્સી 90 SUV, લેંડ રોવર રેજ રોવર, ફોર્ડ મસ્ટેંગ અને BMW 5 જેવી કાર છે. આ સિવાય વિજય પ્રાઇવેટ જેટનો પણ માલિક છે. વિજય દેવરકોંડા લગભગ 65 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.