કિંગ કોહલીના નામે ક્રિકેટમાં  ક્યા - ક્યા રેકોર્ડ છે...

કિંગ કોહલીના નામે ક્રિકેટમાં  ક્યા - ક્યા રેકોર્ડ છે...

Nov 27, 2022

Ajay Saroya

વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં બહુ જાણીતું નામ છે 

photo source virat kohli facebook

વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 9 સદી

કોહલીના નામે આમ તો ઘણા રેકોર્ડ નોંધાયેલા છે, તેમાં એક છે 9 સદીનો રેકોર્ડ, જે તેણે વેસ્ટઇન્ડિઝ સામે ફટકારી હતી.

પ્લેયર ઓફ ધી સીરિઝ

વિરાટ કોહલીના નામે T-20માં સૌથી વધારે પ્લેયર ઓફ ધી સીરિઝ રહેવાનો પણ રેકોર્ડ છે. કિંગ કોહલી 7 વખત પ્લેયર ઓફ ધી સીરિઝ રહ્યા છે. 

એવરેજ

વિરાટ પોતાની શાનદાર અને ધમાકેદાર બેટિંગ માટે પ્રખ્યાત છે. 113 મેચોમાં તેમની એવરેજ બેટિંગ 53.13ની રહી છે.

ત્રણેય ફોર્મેટમાં 50 જીત

કિંગ કોહલી પ્રથમ એવા ખેલાડી છે, જેમણે ત્રણેય ફોર્મેટમાં 50 વખત જીત હાંસલ કરી છે.

ભારતનું રન મશીન

વિરાટ કોહલીને ભારતનું રન મશીન કહેવાય છે, T20 વર્લ્ડકપમાં મેન્સ રનમાં સૌથી વધુ 1065 રન બનાવવાનો રેકોર્ડ છે.