Jul 11, 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ટ્રેન્ડિંગમાં છે. અંબાણી પરિવારના આ લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. દુનિયાના સૌથી મોંઘા લગ્ન પૈકીના એક હશે.
અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની સુંદરતા અને સ્ટાઇલના ચારેય બાજુ વખાણ થઇ રહ્યા છે. આ સાથે રાધિકાની બહેન અંજલી મર્ચન્ટ પર લાઇમ લાઇટમાં છે.
અનંત અંબાણીની સાળી અંજલી મર્ચન્ટ પણ બ્યુરી અને બ્રેઇનના મામલે રાધિકાથી કમી નથી. ચાલો જાણીયે મર્ચન્ટ પરિવારની મોટી દીકરી અંજલી મર્ચન્ટ વિશે
રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં અંજલી મર્ચન્ટનો સ્ટાઇલ લૂક ઘણો પસંદ કરવામાં આવ્યો છે. મર્ચન્ટ પરિવારની મોટી દિકરી એક સફળ ઉદ્યોગસાહસિક છે અને પરિવારનો 2000 કરોડનો બિઝનેસ ચલાવવામાં મદદ કરે છે. અંજલી મર્ચન્ટે બહેન રાધિકા મર્ચન્ટની મેરેજ ફંક્શનમાં ઓરેન્જ યલો કલરની લહેંગા ચોલી પહેરી હતી. તેની સાથે એક કિંમત હાર પહેર્યો હતો.
અનંત અંબાણીની સાળીનું પુરું નામ અંજલી મર્ચન્ટ મજેઠિયા છે. વર્ષ 1989માં મુંબઇમાં જન્મેલી અંજલી મર્ચન્ટે મુંબઇમાં શાળાનો અભ્યાસ કર્યા બાદ અમેરિકાના બૈબસન કોલેજમાંથી બીએસસી કર્યું છે. ત્યારબાદ લંડન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએની ડિગ્રી હાંસલ કરી છે. રાધિકા મર્ચન્ટની ગ્રહ શાંતિ પૂજામાં બહેન અંજલી મર્ચન્ટનો સાડી લુક વાયરલ થયો છે.
અંજલી મર્ચન્ટે 2010માં યુનિવર્સિટી ઓફ વર્જીનિયામાં એડમિશન મેળવ્યું. આ દરમિયાન સેમેસ્ટર એટ સી પ્રોગ્રામમાં ભાલ લીધો અને કેનેડા, સ્પેન, ધાના, જાપાન અને ચીન સહિત 12 દેશોનો પ્રવાસ કર્યો અને ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કર્યુ હતુ.
અંજલી મર્ચન્ટ વર્ષ 2006માં એક ટ્રેઇની તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ વર્ષ 2021માં પિતા વિરેન મર્ચન્ટની કંપની એનકોર હેલ્થકેર અને Mylon મેટલ્સમાં ડિરેક્ટર પદે રહી કપનીના બિઝનેસને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે.
વિરેન મર્ચન્ટ સફળ ફાર્મા ઉદ્યોગસાહસિક છે. પત્ની શૈલા મર્ચન્ટ સાથે વિરેન મર્ચન્ટે કંપનીની સ્થાપના કરી હતી. તેમને બે પુત્રી અંજલી મર્ચન્ટ અને રાધિકા મર્ચન્ટ છે.
અંજલી મર્ચન્ટે 2020માં બિઝનેસમેન અમન મજીઠિયા સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. અમન મજીઠિયા ફેમસ ગાર્મેન્ટ બ્રાન્ડ બટાલી ઈન્ડિયાના સ્થાપક છે. તેમજ એસોસિયેટ ડિરેક્ટર તરીકે EHPL સાથે પણ સંકળાયેલા છે. તે કંપનીમાં CMO યુનિટના ઓપરેશનલ પાસાઓના સંચાલનમાં યોગદાન આપે છે.
અંજલિ મર્ચન્ટની નેટવર્થ વિશે ચોક્કસ વિગત પ્રાપ્ત નથી. અંજલી મર્ચન્ટ મજીઢિયા 2000 કરોડનો બિઝનેસ કંપની ફાર્મા કંપની EHPLના સંચાલનમાં મોટી ભૂમિકા ભજવે છે.
અનંત અને રાધિકાની હલ્દી સેરેમનીમાં અંજલી મર્ચન્ટનો સ્ટાઇલ લુક વાયરલ થયો છે.
અંજલી મર્ચન્ટ વેસ્ટર્ન સ્ટાઇલમાં લહેંગાચોલી આઉટફિટ પસંદ કર્યો હતો. જેમાં બ્લોકેડ ફેબ્રિકમાં રેડ કલરનો લહેંગો અને જરદોશી વર્કનો બ્લેક કલરનો બ્લાઉ અને લેમન યલો કલરની ઓઢણી સાથે અંજલી મર્ચન્ટને ડાયમંડ નેકલેસ અને લોંગ ઇયરી પહેંર્યા હતા.
અંજલી મર્ચન્ટ મજીઠિયા માતા શૈલા વિરેન મર્ચન્ટ સાથે.