Jun 10, 2024
સોનાક્ષી સિંહા રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે મુંબઇમાં 23 જૂને લગ્ન કરી રહી હોવાના સમાચાર આવ્યા છે. આ સમાચાર કેટલા સાચા છે તે તપાસનો વિષય છે. જો કે બોલીવુડ એક્ટર શત્રુઘ્ન સિંહાના જમાઇ કોણ છે અને શું કરે છે તેના વિશે ચર્ચા થઇ રહી છે.
ઝહીર ઈકબાલ સોનાક્ષી સિંહા બે વર્ષથી રિલેસનશીપમાં છે. તાજેતરમાં ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહાના બર્થડે વિશે કરતા ઈન્સ્ટાગ્રામ પર Happy Birthday Sonzzz પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ બંનેના સંબંધ વિશે બહુ જ ચર્ચા થઇ હતી.
10 ડિસેમ્બર 1988માં મુંબઇમાં જન્મેલા ઝહીર ઈકબાલ બોલીવુડમાં જાણીતું નામ છે. પિતાનું નામ ઈકબાલ રત્નાસી છે અને બોલીવુડના ભાઈજાન સલમાન ખાનના ખાસ મિત્ર છે.
ઝહીર ઈકબાલને વર્ષ 2019માં સલમાન ખાનની ફિલ્મ નોટબુકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. અગાઉ સોહેલ ખાન સાથે 2014માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ.
ઝહીર ઈકબાલનું ફિલ્મ કરિયર ખાસ રહ્યુ નથી પણ સોનાક્ષી સિંહા સાથેના સંબંધોને લઇ ચર્ચામાં રહ્યો છે. ઝહીર ઈકબાલ છેલ્લે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ ડબલ એક્સએલમાં જોવા મળ્ય હત. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ કમાલ દેખાડી શકી ન હતી.
ઝહીર ઈકબાલ હવે રુસ્લાન મૂવીમાં કેમિયો કરતો જોવા મળશે. પર્સનલ લાઇફની વાત કરીયે તો ઝહીર ઈકબાલનું નામ દીક્ષા સેઠ સાથે પણ જોડાયુ હતુ.
ઝહીર ઈકબાલ લવ અફેર લઇ ચર્ચામાં રહ્યો છે. 2014માં લેકર હમ દીવાના દિલ મૂવીમાં ઝહીર અને દીક્ષા સાથે દેખાયા હતા. બંને વચ્ચે દોસ્તી અને પછી પ્રેમ થયો. જો કે બંને ક્યારેય રિલેસનશીપ વિશે જાહેરમાં વાત કરી ન હતી.
ત્યારબાદ ઝહીર ઈકબાલનું નામ સના સઇદ સાથે જોડાયુ હતુ. 2018માં બંનેના ફોટા વાયરલ થયા હતા, ત્યારે લિંકઅપના ન્યૂઝ આવ્યા હતા.
હવે ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાના લગ્ન વિશે સમાચાર આવ્યા છે.ખાસ મહેમાન અને મિત્રો વચ્ચે બંને 23 જૂને મુંબઇમાં લગ્ન કરી શકે છે. એવું કહેવાય છે કે, હીરામંડી મૂવીની સંપૂર્ણ કાસ્ટ આ લગ્નમાં આવશે.