આ કપલે જણાવ્યું હતું કે, તેઓએ તેમના પુત્રનું નામ VEDAVID રાખ્યું છે. તેમના પુત્રનો જન્મ અક્ષય તૃતીયાના રોજ થયો હતો
VEDAVID નામનો અર્થ છે વેદનું જ્ઞાન ધરાવનાર. ચાહકો યામી અને આદિત્યને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે
યામી ગૌતમ અને આદિત્ય ધરની વાત કરીએ તો બંનેએ ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં સાથે કામ કર્યું હતું. આદિત્ય ફિલ્મના દિગ્દર્શક હતા. કપલે જણાવ્યું હતું કે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા
બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. બંનેએ પોતાની લવ સ્ટોરી ગુપ્ત રાખી હતી. તેમના લગ્ન 4 જૂન 2021ના રોજ થયા હતા. તેમના લગ્ન એક ખાનગી સમારોહમાં થયા હતા, જ્યાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી છેલ્લે ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળી હતી. ફિલ્મની પટકથા આદિત્ય ધરે પોતે લખી હતી. આદિત્ય આ ફિલ્મના પ્રોડ્યુસર પણ હતા