Yami Gautam : 'આર્ટિકલ 370' અભિનેત્રી યામી ગૌતમ પ્રેગ્નેન્ટ, ટ્રેલર લોન્ચ વખતે આપી ન્યુઝ
ફિલ્મ 'આર્ટિકલ 370' ની એકટ્રેસ યામી ગૌતમ ગર્ભવતી હોવાની ન્યુઝ સામે આવી છે.
આ કપલ તેમના લગ્નના ત્રણ વર્ષ પછી પેરેન્ટીંગ માટે તૈયાર છે. યામી ગૌતમની પ્રેગ્નેન્સીને સાડા પાંચ મહિના થયા છે, તેની ડિલિવરી મે 2024માં થવાની છે.
આ દંપતીએ અત્યાર સુધી ન્યુઝ પ્રાઇવેટ રાખ્યા છે. તાજેતરના જાહેર દેખાવોમાં ગૌતમની ગર્ભાવસ્થા વિશે અટકળોને વેગ આપ્યો કારણ કે અભિનેત્રીએ તેના પેટને છુપાવતી જોવા મળી હતી.
જો કે, કપલ દ્વારા અપકમિંગ ફિલ્મ 'આર્ટિકલ 370' ના ટ્રેલર લોન્ચ વખતે ઓફિશ્યલી ગુડ ન્યુઝ આપી હતી.
યામી ગૌતમ તેની આગામી ફિલ્મ થ્રિલર 'આર્ટિકલ 370'ને પ્રમોટ કરવાની તૈયારી કરી રહી છે.
પતિ આદિત્ય ઘર અને યામી 2019માં 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના સેટ પર મળેલા આ કપલે બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 4 જૂન, 2021ના રોજ લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો:
Propose Day: પ્રપોઝ ડે, જાણો બોલિવૂડ કલાકારોની પ્રપોઝલ સ્ટોરી