કચ્છી દાબેલી ખુબજ ટેસ્ટી બને છે, આ સ્ટ્રીટ ફૂડ ગુજરાતમાં ફેમસ છે, દાબેલી માટે તેનો મસાલો ખાસ છે જે તેનો સ્વાદ બમણો કરે છે, અહીં જાણો સરળ કચ્છી દાબેલી સિક્રેટ રેસીપી
2 ચમચી દાબેલી મસાલો, 2 ચમચી મીઠી ચટણી, 1 ચમચી તેલ, 2 કપ બાફેલા, છોલેલા અને છૂંદેલા બટાકા, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી બારીક સમારેલા કોથમીર, 2 ચમચી છીણેલું નારિયેળ
2 ચમચી તાજા દાડમ, અન્ય સામગ્રી દાબેલી માટે 4 દાબેલી પાવ, 4 ચમચી લહેસૂનની ચટણ, 2 ચમચી મીઠી ચટણી, 2 ચમચી બારીક સમારેલા ડુંગળી, 2 ચમચી મસાલા મગફળી, 4 ચમચી નાયલોન સેવ, 2 ચમચી બટર
દાબેલી સ્ટફિંગ માટે એક બાઉલમાં દાબેલી મસાલો, મીઠી ચટણી અને થોડું પાણી (આશરે 1 ચમચી) ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો.
એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં તૈયાર કરેલું દાબેલી મસાલાનું મિશ્રણ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સતત મિક્ષ કરો.
બાફેલા છૂંદેલા બટાકા, મીઠું અને થોડું પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહો.
હવે ગેસ પરથી ઉતારી લો, તેને પ્લેટમાં મૂકો અને ચમચીના પાછળના ભાગથી સારી રીતે દબાવો. ઉપર કોથમીર, નારિયેળ અને દાડમ નાખો અને બાજુ પર રાખો.
દાબેલી કેવી રીતે બનાવવી એક પાવ લો અને તેને કાટખૂણે બે બાજુ કાપો. પાવની અંદરની બાજુઓ પર 1 ચમચી લસણની ચટણી અને 1/2 ચમચી મીઠી ચટણી સરખી રીતે લગાવો.
2 ચમચી સ્ટફિંગ ભરો અને ઉપર 1 ચમચી ડુંગળી, 1 ચમચી મસાલા મગફળી અને 1 ચમચી સેવ નાખો. બાકીની સામગ્રી સાથે કરી આ રીતે કરીને 3 વધુ દાબેલી બનાવો.
દાબેલી પીરસતાં પહેલાં, દરેક દાબેલીને ગરમ તવા (ગ્રીડલ) પર થોડું બટર ઉમેરીને એક મિનિટ માટે કુક કરો.
Khandvi Recipe: ખાંડવી બનાવવાની સરળ ટ્રીક, જાણો સિક્રેટ રેસીપી