સવારે નાસ્તામાં કે સાંજે ચા સાથે કંઈ અલગ ખાવાની ઈચ્છા થાય અને ફટાફટ બને એવી વાનગી ટ્રાય કરવા માંગો છો
તો તમારે પૌવા અને છાશમાંથી ફટાફટ બનતા ફૂલકા ઢોકળા ચોક્કસ ટ્રાય કરવા જોઈએ. નોંધી લો રેસીપી.
બે કપ પૌવા, બે કપ છાશ, અડધી ચમચી હળદર, એક ચમચી દાણાજીરું, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચું,
સ્વાદ મુજબ મીઠું, બે ચમચી સિંગદાણા, બે ચમચી ખાંડ, ટામેટા, રાઈ, તલ, હીંગ, તેલ, લીલા ધાણા, લીલા મરચા.
બે કપ જેટલા પૌવા લો અને બે વખત પાણીથી ધોઈ લો અને પછી પાણી નાંખીને બે મીનિટ પલળવા દો. અને પાણી કાઢી લો.
એક કઢાઈમાં બે કપ છાશ લો તેમાં અડધી ચમચી હળદર, એક ચમચી દાણાજીરું, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચું.
સ્વાદ મુજબ મીઠું, બે ચમચી સિંગદાણા, બે ચમચી ખાંડ ઉમેરી મીક્સ કરીને ગરમ કરવા માટે ગેસ પર મુકો. તેમાં બે ઝીણા કાપેલા ટામેટા ઉમેરો.
છાશ ઉકળવા લાગે ત્યારે પલળેલા પૌવા હાથથી મસળીને ઉમેરો. ગેસ ફાસ્ટ કરીને મીશ્રણ ઘટ્ટ થાય ત્યા સુધી હલાવતા રહીને રાંધો.
મીશ્રણ કઢાઈ છૂટવા લાગે ત્યારે ગેસ બંધ કરી એક થાળીમાં ઓઈલ ચોપડીને મીશ્રણને પાથરો. વાટકી વડે સારી રીતે સેટ કરી લો
એક વઘારીયામાં બે ચમચી તેલ લો અને ગરમ કરો તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, લીલા મરચાના ટુકડા,બે ચપટી હીંગ, મીઠા લીમડાના પાન, બે ચમચી તલ ઉમેરીને વઘારને ઢોકળા પર રેડીશું.
વઘાર ઉમેર્યા બાદ ઉપર કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને ચપ્પા વડે કાપીને ગરમા ગરમ ચા સાથે લીજ્જત માણો.