ગાર્લિક ફ્રાઇડ રાઇસ રેસીપી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. તમે બહાર જેવી સ્વાદીષ્ટ ઘરે પણ બનાવી શકો છો.
લસણનો તીખો ફ્લેવર, હળવા મસાલાની સુગંધ અને ક્રિસ્પી શાકનું સંયોજન તેને વધુ ખાસ બનાવે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
તેલ, સૂકા લાલ મરચાં, ઝીણું સમારેલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, ખમણેલું ગાજર, બ્રોકલી, મશરુમ, ઝીણા સમારેલા બીન્સ, રાંધેલા સફેદ ચોખા, મીઠું, દળેલા કાળા મરી, ગ્રીન ચિલી સોસ, સોયા સોસ , ઝીણી સમારેલી લીલી ડુંગળી.
આ માટે સૌથી પહેલા એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં સૂકા લાલ મરચાં અને સમારેલું લસણ ઉમેરો અને ધીમા તાપે સાંતળો.
બંને વસ્તુઓ સારી રીતે શેકી લીધા પછી પેનમાં એક પછી એક બધી શાકભાજી એટલે કે ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બ્રોકોલી, મશરૂમ અને બીન્સ ઉમેરો અને ઉંચા તાપ પર 2 મિનિટ સુધી ફ્રાય કરો.
નિયત સમય બાદ કઢાઈમાં ચોખા નાખીને બરાબર હલાવો.
હવે છેલ્લે તેમાં મીઠું, મરી, લીલા મરચાંની ચટણી, સોયા સોસ અને લીલી ડુંગળી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
થોડીવાર ફ્રાય કરો અને આમ કર્યા પછી તમારા ટેસ્ટી ગાર્લિક ફ્રાઇડ રાઇસ તૈયાર થઇ જશે.
તેને ગરમ ગરમ સર્વ કરો. તમે કઢી કે દાળ કે દહીં સાથે ખાઇ શકો છો.