મોટા ભાગના ઘરોમાં ઢોંસા પણ બનતા હોય છે. પરંતુ બજાર જેવા ક્રિપ્સી થતાં નથી. ત્યારે અહીં આપેલી રેસીપી ટ્રાય કરીને ઘરે જ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી ઢોંસા બનશે.
2 ચમચી તેલ,1 કપ અડદની દાળ,1 કપ ચણાની દાળ,2 ચમચી તુવેરની દાળ,3 ચમચી તલ,75 ગ્રામ સૂકા લાલ મરચાં.
50 ગ્રામ સુકા મરચાં, થોડા કઢી પત્તા, 1 લીંબુના કદના આમલીનો ટુકડો, 3 ચમચી મીઠું,½ ચમચી હિંગ (આસફોએટીડા)
સૌ પ્રથમ ચોખા, અડદ દાળ અને તુવેર દાળ ધોઈને સાતેક કલાક પલાળી રાખો.બેટર તૈયાર કરવાના સમય પહેલા પૌંવા પલાળી દેવા.
બધાને મીક્સર જારમાં નાંખીને જરૂર મુજબ પાણી ઉમેરીને સારી રીતે પીસીને પેસ્ટ તૈયાર કરવી. પેસ્ટને એક વાસણમાં મુકીને ગરમ જગ્યા પર સાત કલાક રાખી મુકો.
જ્યારે ઢોંસા ઉતારવાના હોય ત્યારે મીઠું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરવું. અને સારી રીતે મીક્સ કરવું. ઢોંસાની તવી ગરમ કરો ખીરું રેડીને ઢોંસા બનાવો.
ઢોંસા ઉપર ત્રણ ચાર ચમચી ઘી ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ઉપરથી પુડી મસાલો છાંટો આમ તૈયાર થઈ જશે ઘી પુડી ઢોંસા.