નવા વર્ષે બનાવો ડ્રાયફ્રુટ હલવો રેસીપી, એકદમ પૌષ્ટિક

Dec 31, 2025, 09:41 PM

ડ્રાયફ્રુટ હલવો

2026ના નવા વર્ષની શરૂઆત થઇ છે. તમે આ પ્રસંગે સ્વાદીષ્ટ અને પૌષ્ટિક ડ્રાયફ્રુટ હલવો બનાવી શકો છો.

ડ્રાયફ્રુટ હલવો રેસીપી

ડ્રાયફ્રુટ હલવો તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

ડ્રાયફ્રુટ હલવાની સામગ્રી

ઘી, દૂધ, કાજુ, કિસમિસ, બદામ, અખરોટ, પિસ્તા, ખાંડ, એલાઇચી.

ડ્રાયફ્રુટ હલવો કેવી રીતે બનાવવો

ડ્રાયફ્રૂટનો હલવો બનાવવા માટે એક કડાઇમાં ઘી લો અને તેમાં કાજુ, કિસમિસ, બદામ, અખરોટ, પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને સારી રીતે શેકી લો.

આ પછી તમે તે બધાને મિક્સરમાં દળી લો અને સારી રીતે ભુક્કો કરી લો.

આ પછી કડાઇમાં ઘી નાખો અને પછી ડ્રાયફ્રૂટ્સનો પાઉડર ઉમેરીને સારી રીતે શેકી લો અને પછી તેમાં દૂધ નાખો.

આ પછી તેમાં ખાંડ અને એલાઇચી પાવડર ઉમેરીને સારી રીતે પકવા દો.

આ પછી તમારો તેને એર વાસણમાં કાઢી લો. ડ્રાયફ્રૂટ હલવો તૈયાર થઇ જશે. તેને સર્વ કરો

તમે ડ્રાયફ્રૂટ્સમાંથી લાડુ, બરફી પણ બનાવી શકો છો.