Jul 22, 2025

શ્રાવણ વ્રત 10 ફરાળી વાનગી રેસીપી, શરીર તંદુરસ્ત રહેશે

Ajay Saroya

10 ફરાળી વાનગી રેસીપીના નામ

શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો વ્રત ઉપવાસ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એક મહિનો એક ટાઇમ ફરાળી વાનગી ખાય છે. અહીં સૌથી પ્રખ્યાત અને સ્વાદિષ્ટ 10 ફરાળી વાનગીની રેસીપી આપી છે. જે વ્રત ઉપવાસમાં ઘરે બનાવી ખાઇ શકાય છે.

Source: social-media

મોરૈયા ખીચડી રેસીપી

મોરૈયાની ખીચડી બનાવવામાં સૌથી સરળ અને પ્રખ્યાત ફરાળી વાનગી છે. તેલમાં જીરું અને લીલા મરચોનો તડકો લગાવી, પ્રેશર ક્રૂકરમાં મોરૈયો, બટાકા, સીંગદાણા બાફીને આ ફરાળી ખીચડી બને છે. મોરૈયાની ખીચડી પાચન થવામાં પણ સરળ હોય છે.

Source: social-media

સાબુદાણા ખીચડી રેસીપી

સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ ફરાળી વાનગી લાગે છે. 3 થી 5 કલાક પાણીમાં પલાળેલા સાબુદાણામાં બાફેલા બટાકા, શેકેલી સીંગ, લીલા મરચા સહિત વિવિધ મસાલો ઉમેરીને સાબુદાણાની ખીચડી બને છે. તેને દહીં કે છાશ સાથે ખાઇ શકાય છે. સાબુદાણા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ લાગે છે.

Source: social-media

ફરાળી પુરી અને બટાકાનું શાક

રાજગરાના લોટની ફરાળી પુરી અને બટાકાનું શાક વ્રત ઉપવાસમાં ખાઇ શકાય છે. રાજગરા અને શિંગાડોનો લોટ મિક્સ કરીને ફરાળી પુરી બનાવો, તે બટાકાના રસાવાળા શાક કે સુકી ભાજી અથવા દહીં કે ખીર સાથે ખાઇ શકાય છે.

Source: social-media

મખાના ખીર રેસીપી

મખાના ખીર વ્રત ઉપવાસમાં ખાઇ શકાય છે. દૂધમાં મખાના ઉકાળો, તેમા ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી મખાના ખીર બને છે. મખાના ખીર ખાવાથી વ્રત ઉપવાસ દરમિયાન શરીરને એનર્જી મળે છે.

Source: social-media

બીટ રાયતું રેસીપી

બીટ રાયતું ટેસ્ટી અને હેલ્ધી હોય છે. બીટ છીણીને દહીં ઉમેરો, તેમા ફુદીનાના પાન, લીલું કોથમીર, ફરાળી મીઠું અને દાડમના દાણા ઉમરી શકાય છે. બીટ રાયતું ખાવાથી ઉપવાસ દરમિયાન શરીરને પોષણ મળે છે.

Source: social-media

સાબુદાણા પેટીસ રેસીપી

સાબુદાણા પેટીસ ચટપટી ફરાળી વાનગી છે. પલાળેલા સાબુદાણા, બાફેલા બટાકા, શેકેલી સીંગ અને વિવિધ મસાલા ઉમેરીને સાબુદાણા પેટીસ બનાવી શકાય છે. તેને દહીં, આમલી ગોળની મીઠી ચટણી કે તીખી ચટણી ખાઇ શકાય છે.

Source: social-media

ફરાળી ઢોકળા રેસીપી

ફરાળી ઢોકળા બનાવવા માટે મોરૈયા અને સાબુદાણા પાણીમાં પલાળો પછી મિક્સ જારમાં પીસી તેનું ખીરું તૈયાર કરો. સ્ટીમરમાં ખીરું બાફીને સ્વાદિષ્ટ ફરાળી ઢોકળા બનાવી શકાય છે.

Source: social-media

બફવડા રેસીપી

ઘણા લોકોને ફરાળી બફવડા ખાવા ગમે છે. બાફેલા બટાકામાં મસાલા ઉમેરી નાના બોલ બનાવો, પછી રાજગરા કે શિંગાડોના લોટના ખીરામાં ડબોડી તેલમાં તળી લો. ગરમાગરમ બફવડા ખજૂરની ચટણી સાથે ખાવાની મજા પડે છે.

Source: social-media

ફરાળી આલુ પરાઠા રેસીપી

ફરાળી આલુ પરાઠા બાફેલા બટાકા, સાબુદાણાનો લોટ, રાજગરા અને શિંગોડાનો લોટ મિક્સ કરીને બનાવી શકાય છે. તેને દહીં અને લીલી ચટણી સાથે ખાઇ શકાય છે.

Source: social-media

ફરાળી ચાટ રેસીપી

ફરાળી ચાટ સ્વાદમાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. છીણા સમારેલા બાફેલા બટાકા, શક્કરિયા, બીટ, ગાજર, દાડમના દાણા, દહીં, ફુદીનાના પાન, સમારેલું લીલું કોથમીર, ફરાળી મીઠું ઉમેરીને ફરાળી ચાટ બને છે.

Source: social-media

Source: social-media