સ્વતંત્રતા દિવસ પર 15 મિનિટમાં જ બની જાય એવા કાલાજામ બનાવો

Aug 11, 2025, 02:47 PM

કાલાજામ રેસીપી

ગુલાબ જાબુન જેવું જ, પરંતુ તેના ઘેરા રંગ અને અનોખા સ્વાદને કારણે, કાલાજામ દરેકનું દિલ જીતી લે છે.

કાલાજામ રેસીપી

જો તમને પણ લાગે છે કે ઘરે કંદોઈની જેમ નરમ અને રસદાર કાલાજામ બનાવવા મુશ્કેલ છે, તો એવું નથી.

કાલાજામ રેસીપી

સ્વતંત્રતા દિવસ પર મોંઢુ મીઠું કરવા તમે ફક્ત 15 મિનિટમાં એવા કાલાજામ બનાવી શકો છો. આ રેસીપી નોંધી લો.

સામગ્રી

પનીર- 200 ગ્રામ, લોટ -2 ચમચી, બેકિંગ પાવડર - 1/4 ચમચી, દૂધ - 2-3 ચમચી, ખાંડ - 2 કપ, પાણી - 3 કપ.એલચી પાવડર - 1/2 ચમચી, તેલ અથવા ઘી - તળવા માટે

લોટ બાંધવો

પનીરને હાથથી સારી રીતે મેશ કરો. તેમાં લોટ અને બેકિંગ પાવડર ઉમેરો, અને ધીમે ધીમે દૂધ ઉમેરો જેથી નરમ કણક બને.

ગોળ બોલ બનાવો

લોટ બંધાય જાય ત્યારે તેમાંથી નાના કદના કે તેમને જેમ યોગ્ય લાગે એવા કદના ગોળ બોલ બનાવો.

ચાસણી બનાવો

એક કડાઈમાં પાણી અને ખાંડ ઉકાળો, તેમાં એલચી ઉમેરો અને ચાસણી બનાવો.

ગોળા તળવા

એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો અને ગોળ ગોળાને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી તળો.

તળેલા કાલા જામ ચાસણીમાં નાંખો

તરત જ તળેલા કાલા જામને ચાસણીમાં નાખો અને 10 થી 15 મિનિટ સુધી તળો જેથી તે ફૂલી જાય.

કોપરાની છીણથી કોટિંગ કરો

એક ડિસમાં કોપરાની છીણ લઈને ચાસણીવાળા કાલાજામ નાંખી તેને સારી રીતે કોપરાની છીણથી કોટિંગ કરી દો.