પકોડા કે ભજીયા દરેકને પસંદ હોય છે. એ પછી બ્રેડ પકોડા હોય કે પછી મીરચી પકોડા કે પછી કાંદા ભજીયા.
મોટાભાગના લોકોને ભજીયા પસંદ હોય છે. અહીં તમને થ્રી ઈન વન પકોડા રેસીપી વિશે જણાવીશું.
બેસન, કાંદા, મરચા, બ્રેડ, જીરું, અજમો, હળદર, સોડા, કસુરી મેથી, બાફેલા બટાકા, લીલા ધાણા, મીઠું, આખા ધાણા, કારામરી, સંચળ, ગરમ મસાલા, આમચુર પાઉડર, તેલ,
થ્રી ઈન વન પકોડા બનાવવા માટે સૌથી પહેલા બટાકાનો મસાલો તૈયાર કરીશું. એક બાઉલમાં બાફેલા બટાકા ગ્રેડ કરી દઈશું. તેમાં સ્વાદ પ્રમાણે કટિંગ ધાણા, સંચળ, ગરમ મવાસા, આમચુર પાઉડર નાંખો.
હવે વઘારિયામાં તેલ ગરમ કરો અને તેમાં કશ્મીરી મરચું, હળદર અને કસુરી મેથીનો તડકો બનાવી બટકામાં નાંખો અને સારી રીતે મીકસ કરો. બટાકાનો મસાલો તૈયાર છે.
એક બ્રેડને વેલણ વડે રોલ કરી દો. તેના ઉપર બટાકાનો મસાલો સ્પ્રેડ કરો. હવે લીલા મરચાને ઊભું ચીરી તેમાં પણ બટાકાનો મસાલો ભરો.
હવે બ્રેડના એક છેડા ઉપર ભરેલું મરચું રાખો અને બ્રેડને રોલ કરી દો અને જોઈન્ટ વાળો ભાગ નીચે રહે તેમ મુકો.
હવે એક બાઉલમાં બેશન લો. તેમાં સ્વાદ પ્રમાણે હિંગ, જીરું, કારામરી, ખાંડેલા આખા ધાણા, અજમો, મીઠું, થોડી હળદર, લાલ મરચું પાઉડર નાંખી સારી રીતે મીક્સ કરી દો.
હવે પાણી નાંખીને ઘટ બેટર તૈયાર કરો તેમાં ચપટી મીઠા સોડા અને ઊભું કાપેલું લીલું મરચું અને કાપેલા કાંદા નાંખી સારી રીતે મીકસ કરી દો.
પહેલાથી બનાવેલા બ્રેડ રોલને બેટરમાં સારી રીતે ડીપ કરો અને બેટરનું એક પડ ઉપર ચડે એવી રીતે રાખીને મધ્યમ તેજ ફ્લેમ પર ફ્રાય કરો.
સારી રીતે ફ્રાય થાય ત્યારે ડીશમાં કાઢીને કોઈપણ ચટણી સાથે સર્વ કરો.