હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આવામાં ઘરની બહાર નીકળતા સમયે સૌથી વધારે ખતરો લૂ લાગવાનો રહે છે.

May 28, 2024, 11:28 PM

ખાસ કરીને બાળકો જો ગરમીમાં બહાર નીકળે તો જલ્દી બીમાર પડી જાય છે. આવી ગરમીમાં ડિહાઈડ્રેશનનો ખતરો પણ વધારે રહે છે

આવામાં બાળકોને અહીં જણાવેલા ખાસ ડ્રિંક્સ આપી શકો છો. પોષક તત્વોથી ભરપૂર આ ડ્રિંક્સ બાળકોને લૂ લાગવાથી બચાવવામાં મદદ કરી શકે છે.

લીંબુ પાણી

વિટામીન સી થી ભરપૂર લીંબુ પાણી ઘણું ફાયદાકારક છે. ગરમીમાં બાળકોને લીંબુ પાણીમાં બ્લેક મીઠું નાખીને આપી શકો છો. તેનાથી શરીરનું તાપમાન પણ ઠંડુ રહે છે અને ડિહાઈડ્રેશનની બચી શકાય છે.

ફ્રૂટ જ્યૂસ

બાળકોને ગરમીના મોસમમાં ઘરે ફળોના જ્યૂસ તૈયાર કરીને આપી શકો છો. તેનાથી શરીરને પોષક તત્વો તો મળશે. સાથે પાણીની ઉણપ પણ દૂર થઇ શકે છે.

કાળઝાળ ગરમીમાં બાળકોને પીવડાવો આ 5 ડ્રિંક્સ (તસવીર - સોશિયલ મીડિયા)

સત્તુ

બાળકોને લીંબુ, બ્લેક મીઠું, પુદીના અને પાણી મિલાવીને બનાવેલુ સત્તુ ડ્રિંક પણ આપી શકાય છે. આ બાળકોને પર્યાપ્ત એનર્જી સાથે બોડીને ઠંડુ રાખવામાં મદદ કરે છે. સાથે ડિહાઈડ્રેશનથી બચાવી શકે છે.

નારિયેળ પાણી

ગરમીની સિઝનમાં બાળકોને નારિયેળ પાણી પણ આપી શકો છો. નારિયેળ પાણીમાં વિટામિન અને ખનીજ પદાર્થ સારી માત્રામાં હોય છે. જે ડિહાઈડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે.