કાઠીયાવાડી સ્ટાઇલમાં બનાવો આખી ડુંગળીનું શાક, એકદમ લાગશે સ્વાદિષ્ટ

Jan 21, 2025, 06:37 PM

કાઠીયાવાડમાં આખી ડુંગળીનું શાક ઘણું ફેમસ છે. તે એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

આખી ડુંગળીના શાકની સામગ્રી

નાની ડુંગળી, લસણ, લીલા મરચા, આદુ, ટામેટા, દહીં, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું, કસૂરી મેથી, લીલા ધાણા, સીંગદાણા, સફેદ તલ, 1 નંગ મોટી ડુંગળી, કાજુ, દ્રાક્ષ, તેલ, હિંગ, જીરુ, ગાંઠિયા, સેવ.

આખી ડુંગળીનું શાક બનાવવાની રીત

આખી ડુંગળીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળીની છાલ ઉતારી નાખો. ડુંગળીને ઉપર નીચેથી થોડી કાપી લો. ડુંગળી જો વધારે કપાઈ જશે તો ડુંગળી તળતી વખતે છૂટી પડી જશે.

એક બાઉલ લો અને તેના પર ચણાનો લોટ, લાલ મરચું, હિંગ, આમચૂર પાવડર અને મીઠું નાખીને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. આ મસાલામાં થોડું ચમચી તેલ નાખો અને હાથથી બરાબર મિક્સ કરી લો.

પ્લેટમાં રાખેલી ડુંગળીને એક વાર ચોખ્ખા પાણીથી ધોઇને કોટનના કપડાથી લૂંછી લો. હવે આ ડુંગળીમાં સ્ટફિંગ મસાલો ભરીને 2 મિનિટ માટે રહેવા દો. થોડો મસાલો રહેવા દો જે તમારે ઉપરથી નાખવાનો રહેશે.

એક કડાઇ લો અને એને તેલ ગરમ કરવા માટે મુકો. પછી આ તેલમાં જીરું, હિંગ નાખો. આ પછી આખી ડુંગળી નાખો 10 મિનિટ માટે થવા દો.

ગ્રેવીમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી દો જેમ કે લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું કસૂરી મેથી બધુ બરાબર મિક્સ કરી તેલછૂટે ત્યાં સુધી સાંતળો.

સીંગદાણા તલનો ભૂકો એડ કરો પછી તેમાં 2 ચમચા દહીં એડ કરો બધુ બરાબર મિક્સ કરી દો. લીલા ધાણા અને તળેલા કાજુ એડ કરી ગરમાગરમ આખી ડુંગળી નુ શાક ભાખરી કે રોટલા સાથે સર્વ કરો.