3-4 કેરી (સમારેલી), 4 ચમચી ખાંડ, ¼ ચમચી લાલ મરચાંનો પાવડર, ¼ ચમચી કાચી કેરીનો પાવડર, મીઠું
સૌ પ્રથમ 3-4 કેરી લો તેને ઝીણી સમારીને રાખો.
ત્યારબાદ તેને મિક્ષરમાં લઈને તેની પ્યુરી બનાવો, હવે એક ગરમ પેન કરો એમાં કેરીનો રસ નાખો.
હવે એમાં જરૂર મુજબ ખાંડ નાખો, (તમારી સ્વાદ અનુસાર) અને સતત મિક્ષર કરતા રહો.
ત્યારબાદ એમાં ¼ ચમચી લાલ મરચાંનો પાવડર, ¼ ચમચી કાચી કેરીનો પાવડર અને મીઠું નાખો.
હવે થઇ જાય એટલે મિશ્રણને એક ડીશમાં પાતળું પાથરીને સુકવામાં માટે રાખો, સુકાઈ જાય ત્યારે તેને રોલ કરી દો, તમારા આમ પાપડ તૈયાર છે.