અથાણું બારેમાસ સાચવવાની 7 રીત, ક્યારેય બગડશે નહીં

Apr 22, 2025, 03:53 PM

અથાણું સાચવવાની રીત

અથાણાં સ્વાદિષ્ટ વાનગી છે. ઉનાળામાં કેરીના અથાણાં બને છે અને આખું વર્ષ ખાવામાં આવે છે. જો કે આખું વર્ષ અથાણાં સાચવવા બહુ મુશ્કેલ છે. ખાસ કરીને ચોમસાના વરસાદમાં અથાણાં ફુગ આવે છે અને ફેંકી દેવા પડે છે. જેના કારણે અથાણા બનાવવાના પૈસા અને મહેનત બંને બેકાર જાય છે.

હવા ચુસ્ત બરણી

અથાણું ભરવા માટે હંમેશા હવાચુસ્ત બરણીનો ઉપયોગ કરવો. કાચની બરણી કે ચિનાઇ માટીની બરણી અથાણાં ભરવા માટે શ્રેષ્ઠ હોય છે. હવાચુસ્ત બરણીમાં અથાણાં રાખવાથી ભેજ લાગતો નથી અને આખું વર્ષ સુરક્ષિત રહે છે. અથાણાંની બરણી ઉપર કપડું બાંધીને રાખો.

મીઠાનો પુરતો ઉપયોગ

મીઠું ખાવાની ચીજો સુરક્ષિત રાખવામાં એક પઝર્વેટીવ તરીકે કામ કરે છે અને ફુગ થતા અટકાવે છે. આથી અથાણાંમાં મીઠું પરતા પ્રમાણમાં છે કે તે ચકાસી લો. પુરતા પ્રમાણમાં મીઠુંના વપરાશથી અથાણું સ્વાદિષ્ટ લાગશે અને લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.

અથાણાંમાં તેલનું પ્રમાણ

અથાણામાં તેલ પુરતા પ્રમાણમાં રાખવા લાંબા સુધી સમય સુધી રાખી શકાય છે. અથાણું બનાવવા માટે સરસવ તેલ કે સિંગતેલનો ઉપયોગ કરવો જોઇએ.

ભેજ વાળી જગ્યા પર ન રાખો

અથાણું બરણીમાં ભર્યા બાદ તેને ઠંડી અને શુષ્ક જગ્યા પર રાખો. ભેજ વાળી જગ્યા પર રાખવાથી ફુગ લાગી શકે છે. ઉપરાંત સીધો તડકો અથાણાં પર ન પડે તેનું ધ્યાન રાખો. ઠંડા વાતાવરણમાં અથાણું રાખવાથી સ્વાદ અને ગુણવત્તા જળવાઇ રહે છે.

અથાણું ચેક કરતા રહેવું

અથાણું બરણીમાં ભર્યા બાદ દર 10 કે 15 દિવસે એક વાર ચેક કરતા રહેવું જોઇએ. અથાણાં ફુગ લાગી છે કે નહીં તે ચકાસવું. જો અથાણામાં ફુગ દેખાય તો તરત જ તે દૂર કરવી. જો અથાણા માંથી વાસ આવે તો ખાવાનું ટાળવું.

અથાણું હંમેશા ચમચ વડે કાઢવું

અથાણું હલાવતી કે બરણી માંથી કાઢવા માટે હંમેશા સ્ટીલ કે પ્લાસ્ટિકના ચમચાનો ઉપયોગ કરવો. અથાણું હલાવવા કે કાઢવા માટે ક્યારે હાથ કે આંગળી ડબોડવા નહીં, તેનાથી અથાણાં બેકટેરિયા લાગી શકે છે.