Sep 17, 2025
500 ગ્રામ નાના બટાકા, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1 ચમચી મેથી, 1 ચમચી કલોંજી, 1 ચમચી વરિયાળી
7-8 કાળા મરી અને 2-3 કાશ્મીરી લાલ મરચાં, 1/2 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચાં પાવડર, 1 ઇંચ આદુ, 2 સમારેલ ડુંગળી, સજાવટ માટે કોથમીર, 1/2 ચમચી આમચૂળ પાઉડર
પ્રેશર કૂકરમાં બેબી પોટેટો નાખીને બાફી લો. હવે સૂકા શેકેલા મસાલા તૈયાર કરો.
1 ચમચી ધાણાજીરું, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, મેથી, કલોંજી, વરિયાળી, 7-8 કાળા મરી અને 2-3 કાશ્મીરી લાલ મરચાં વગેરે મસાલાને શેકી લો.
હવે બધા મસાલાને બરછટ પાવડર મિક્સર માં પીસી લો, બટાકાને તેલમાં શેલો ફ્રાય કરો, હળદર અને લાલ મરચાં પાવડર ઉમેરો, કાઢી લો.
હવે એ જ પેનમાં 1 ચમચી જીરું, સમારેલા લીલા મરચાં, આદુ અને ડુંગળી ઉમેરો. સારી રીતે સાંતળો.
હવે આ મિક્સરમાં 1 ચમચી આમચૂળ પાઉડર ઉમેરો, શેકેલા મસાલો 1-2 ચમચી ઉમેરો.બટાકા નાખો અને સારી રીતે કોટ કરો, તાજા કોથમીરથી સજાવો અને પુરીઓ સાથે ગરમા ગરમ સર્વ કરો.