જુની રીતે પરફેક્ટ માપ સાથે અડદિયાં પાક રેસિપી

Dec 16, 2024, 04:26 PM

સામગ્રી

500 ગ્રામ અડદનો કરકરો લોટ, 1 વાટકી ગુંદર, 500 ગ્રામ ઘી, 250 ગ્રામ માવો, 500 ગ્રામ જેવી ખાંડ, 1 વાટકી ટોપરું, 1 વાટકી બદામ, 1 વાટકી કાજુ, 1 નાની વાટકી સુંઠ પાઉડર, 1 નાની વાટકી દૂધ

અડદિયા રેસીપી

સૌ પ્રથમ એક મોટા વાસણમાં અડદનો કરકરો લોટ લો, એમાં ગરમ કરીને ઘી અને દૂધ નાખો અને થોડો લોટને ભેગો કરો, ત્યારબાદ લોટને ચાળી લો.

અડદિયા રેસીપી

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો, એમાં ગુંદર નાખીને તળી લો, ત્યારબાદ ફરી ઘી ગરમ કરો અને એમાં અડદનો લોટ નાખીને શેકી લો.

અડદિયા રેસીપી

લોટ શેકતી વખતે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, લોટને પ્રોપર શેકી લો જેથી એકદમ લાલ થઇ જાય અને કાચો ન રહે.

અડદિયા રેસીપી

લોટ શેકતી વખતે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, લોટને પ્રોપર શેકી લો જેથી એકદમ લાલ થઇ જાય અને કાચો ન રહે, એમાં માવો નાખીને બરોબર મિક્ષ કરો.

અડદિયા રેસીપી

માવો તેમાં સારી રીતે ભળી જાય અને શેકાઈ જાય એટલે ખાંડની ચાસણી તૈયાર કરો પછી બનાવેલ મિક્ષણમાં એડ કરો, અને બધું મિક્ષ કરો.

અડદિયા રેસીપી

હવે એમાં કોપરાનું છીણ, બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને સારી રીતે મિક્ષ કરો, હવે મિશ્રણને સારી રીતે ઠંડુ થવા દો, અને મિશ્રણમાંથી તેને તમારા મુજબ શેપ આપી દો, એટલે તમારો અડદિયા પાક તૈયાર છે.

શિયાળા ની ઠંડી ઉડી જાય તેવી ટેસ્ટી લસણીયા પાલક ખીચડી