અજમા ના પાન ના ભજીયા રેસીપી , વરસાદી મોસમની મજા બમણી કરશે!

Jun 25, 2025, 03:41 PM

તમે બટાકા, ડુંગળી વગેરે વિવિધ પ્રકારના ભજીયા ખાધા હશે, પરંતુ શું તમે અજમાના પાન ના ભજીયા ખાધા છે?

અજમાના પાન ના ભજીયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો છે જે ખાસ કરીને વરસાદની મોસમમાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.

અજમા ના પાન ના ભજીયા પેટ માટે પણ સારા માનવામાં આવે છે કારણ કે અજમો પાચનમાં મદદ કરે છે. અહીં જાણો હેલ્ધી અને ટેસ્ટી અજમા ના પાન ના ભજીયા ની રેસીપી

અજમા ના પાન ના ભજીયા રેસીપી સામગ્રી

1 કપ બારીક સમારેલા અજમાના પાન, 1 કપ ચણાનો લોટ, 1 કપ ચોખાનો લોટ, 2-3 ચમચી ચોખાનો લોટ, 1 નાની બારીક સમારેલી ડુંગળી, 1 ચમચી આદુ,

અજમા ના પાન ના ભજીયા રેસીપી સામગ્રી

3 બારીક સમારેલા લીલા મરચાં, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/4 ચમચી, હળદર પાઉડર, 1 ચમચી ધાણાજીરું પાઉડર, 1/4 ચમચી હીંગ, મીઠું: સ્વાદ મુજબ, પાણી: જરૂર મુજબ, તળવા માટે તેલ

અજમા ના પાન ના ભજીયા રેસીપી

જો તમે તાજા અજમાના પાનનો ઉપયોગ કરી રહ્યા હો, તો પાનને સારી રીતે ધોઈને સાફ કરી લો, તેને બારીક સમારી લો.

અજમા ના પાન ના ભજીયા રેસીપી

એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, સમારેલા અજમાના પાન, ડુંગળી,આદુ, લીલા મરચાં, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, હીંગ અને મીઠું લો.

અજમા ના પાન ના ભજીયા રેસીપી

ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને બધું બરાબર મિક્સ કરો. બેટર બહુ પાતળું ન થાય તેનું ધ્યાન રાખવું, નહિતો પકોડા ક્રિસ્પી નહીં બને.

અજમા ના પાન ના ભજીયા રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો, બન્ને સાઈડ સારી રીતે પકોડા તળી લો હવે તૈયાર પકોડાને ગરમ ગરમ સર્વ કરો.

લીલી ખારેક નો હલવો રેસીપી, ટેસ્ટી અને હેલ્ધી