4-5 બાફેલા બટાકા, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, 1 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ, 1/2 વરિયાળી, 1 વાટકી બાફેલા વટાણા, 1 ચમચી આમચૂળ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી ગરમ મસાલા, ફ્રેશ કોથમીર
મેંદાનો લોટ, 1/2 ચમચી મીઠું, જરૂર મુજબ પાણી અને મોણ માટે તેલ
સૌ પ્રથમ બટાકા બાફીને છાલ કાઢીને મેશ કરી લો, ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો એમાં જીરું, હિંગ, વરિયાળી, આદુ મરચાની પેસ્ટ, બાફેલા બટાકાનો માવો, બાફેલા વટાણા, આમચૂળ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલા અને ફ્રેશ કોથમીર ઉમેરો.
: હવે બધું સામગ્રી સારી રીતે મિક્ષ કરો, અને સહેજ ધીમા તાપે ગરમ થવા દો, થોડી વાર માટે આ સ્ટફિંગને રેસ્ટ આપો.
મેંદાનો લોટ, જરૂર મુજબ પાણી, મીઠું નાખીને લોટ બાંધો, એમાં મોણ માટે સહેજ તેલ નાખો અને લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપો.
ત્યારબાદ કણક માંથી થોડી લોટ લઈને મોટી રોટલી બનાવો એમાં બનાવેલ બટાકા વટાણાનું સ્ટફિંગ ભરો અને રોલ કરો.
રોલ કર્યા બાદ તેને સરખી સાઈઝમાં કટ કરીને ગરમ તેલ કરીને બધી ભાખરવડીને ગોલ્ડન બ્રાઉન કલરથી થાય ત્યાં સુધી તળી લો.
બધી આલુ ભાખરવડી તળ્યા બાદ એક મોટી ડીશમાં કાઢીને સર્વ કરો. તેને તમે લોન્ગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો.