ચા પીવાના સમયે આપણે બધાને ચા સાથે કંઇક ક્રન્ચી ખાવાની ઈચ્છા થાય છે, બિસ્કિટથી લઈને નમકીન, પકોડા,સમોસા વગેરે, પણ શું આ સ્નેક્સ હેલ્થી છે ખરા?
આલૂ ભુજીયા સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ, તે વિષે એક્સપર્ટ શું કહે છે?
ધ હેલ્થ પેન્ટ્રી, ટીંબરેવાળા, ફાઉન્ડર, ખુશ્બુ જૈન કહે છે કે, ભુજીયા વધારેમાં માત્રામાં સોલ્ટ અને બેડ ફેટ હોય છે જે હાઇપરટેંશન, ફેટી લીવર વગેરેનું કારણ બની શકે છે.
આ ઉપરાંત ભુજીયા સેવ પાલ્મ ઓઇલ કે બીજા અયોગ્ય ઓઇલમાં ડીપ ડ્રાય થયેલી હોય છે.
બટાકા, ચણાનો લોટ, સ્પાઈસીસ, મઠનો લોટ જેવી સામગ્રીમાંથી બને છે. તેથી એક્સપર્ટ કહે છે આલૂ ભુજીયા ખરેખર એટલી ખરાબ નથી.
એક્સપર્ટ કહે છે, જો તમે કોઈ એવી પરિસ્થિતિમાં છો જેમાં તમારે કદી ચિપ્સ અને આલૂ ભુજીયા વચ્ચે કોઈ એક પસંદ કરવાનું થાય તો હંમેશા આલૂ ભુજીયાનો ઓપ્શન પસંદ કરજો.