Oct 28, 2025
આલુ પરાઠા બધા લોકોને પસંદ હોય છે. બહાર હોટલ કે ઢાબા પર મળતા આલુ પરાઠા ટેસ્ટી લાગે છે.
તમે ઘરે પણ ઢાબા જેવા આલુ પરાઠા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
બટાટા, ડુંગળી, લીલા મરચા, આદુ, લસણ, ઘઉંનો લોટ, મીઠું, જીરું, કાળા મરીનો પાઉડર, લીલી કોથમીર, અજમો, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, તેલ, બટર, પાણી.
આલુ મસાલો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને ભુક્કો કરી નાખો. આ પછી લીલા મરચાં, ડુંગળી, લસણ, આદુ અને કોથમીર સમારીને તેમાં મિક્સ કરો.
ત્યારબાદ જીરું અને કાળા મરીને શેકીને પાવડર બનાવી તેમાં મિક્સ કરી લો.
આ પછી તેમાં મીઠું નાખીને અજમો ઉમેરો. આ રીતે બટાકાનો મસાલો તૈયાર થઇ જશે.
ઘઉંના લોટમાં તેલ, મીઠું ને જરૂર મુજબ પાણી ઉમેરીને કણક બાંધવું. તેને ઢાંકીને 20 મિનિટ સુધી રહેવા દો.
આ પછી તમે રોટલી કરો તેમ કરી તેનો શેપ પાડો. તેમાં બટાકા ભરી દો અને પછી તેને રોલ કરો. આ પછી તેને તવા પર મુકીને સારી રીતે પકાવો.
આ આલુ પરાઠાને તમે દહીં સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો.