1 કપ સોજી, 1 કપ ગરમ પાણી, 2 બાફેલા છૂંદેલા બટાકા, 1 કપ ઘઉંનો લોટ, 1 સમારેલ સૂકું લાલ મરચું, 1/2 હળદર પાઉડર, 1 ચમચી અજમો, ચપટી હીંગ, 1 ચમચી કસુરી મેથી, મુઠીભર કોથમીર અને તેલ તળવા માટે
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 1 કપ સોજી લો, તેમાં 1 કપ ગરમ પાણી નાખો અને કણક તૈયાર કરો.
હવે તેમાં 2 બાફેલા છૂંદેલા બટાકા, 1 કપ ઘઉંનો લોટ, 1 સમારેલ સૂકું લાલ મરચું, 1/2 હળદર પાઉડર, 1 ચમચી અજમો, ચપટી હીંગ, 1 ચમચી કસુરી મેથી, મુઠીભર કોથમીર નાખી ફરી સારી રીતે મિક્ષ કરી કણક તૈયાર કરો.
હવે તૈયાર કણક માંથી વેલણના ઉપયોગથી બધી પુરી વણો, અને એક કડાઈમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે બધી પુરી એક પછી એક એમ તળી લો. ક્રિસ્પી થાય અને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પુરી તળો.
બધી પુરી તૈયાર થઇ જાય એટલે ગરમા ગરમ નાસ્તમાં ચા સાથે સર્વ કરો અથવા સબ્જી સાથે પણ ખાઈ શકો છો.