ઉનાળાની ઋતુમાં લોકો અલગ અલગ પ્રકારના રાયતા બનાવીને ભોજન સાથે લેતા હોય છે.
બુંદી રાયતું, બીટ રાયતું, કાંદા રાયતું, કાકડી રાયતું તમામ પ્રકારના રાયતા બનતા હોય છે.
ત્યારે આજે આપણે સાવ અલગ પ્રકારનું બટાકાનું તડકાવાળું રાયતું બનાવવાની રેસીપી વિશે વાત કરીશું
બટાકા, કાંદા, દહીં, તેલ, જીરું, હળદર, મરચું, હીંગ, લીલા ધાણા, ચાટ મસાલા, મીઠા લીંમડાના પાન, સિંગદાણા
આલુ તડકા રાયતું બનાવવા માટે સૌથી પહેલા બટાકાને બાફી લેવાના અને તેના કટકા કરવાના.
ત્યારબાદ એક પેનમાં થોડું તેલ નાંખીને જીરું હીંગ નાંખી બાફેલા બટાકાના ટૂકડા નાંખીને સાંતળી લેવાના. ઉપરથી મરચું, હળદર, ઉમેરી હલાવી દેવું.
ત્યારબાદ એક બાઉલમાં દહીંને સારી રીતે ફેંટી દેવું અને તેમાં કાપેલી ડુંગળી, લીલા ધાણા, ચાટ મસાલો નાંખો.હવે દહીં સાંતળેલા બટાકા નાંખીને સારી રીતે મીક્સ કરવું.
હવે ઉપરથી સિંગદાણા, મીઠા લીંમડાના પાન અને હીંગનો તડકો લગાવવો.આમ તૈયાર થઈ જશે તમારું આલુ તડકા રાયતું.
આલુ તડકા રાયતું ભાત સાથે કે પછી રોટલી સાથે ખાવાની મજા પડી જશે.