ચલો આજે પરફેક્ટ ઢાબા સ્ટાઇલ અમૃતસરી દાલમખની બનાવવાની રેસિપી જણાવીએ
અડધી ચમચી આમચૂર પાઉડર, એક ચમચી જીરું પાઉડર, અડધી ચમચી હળદર, એક ચમચી તેલ, સ્વાદાનુંસાર મીઠું
અડધી ચમચી આમચૂર પાઉડર, એક ચમચી જીરું પાઉડર, અડધી ચમચી હળદર, એક ચમચી તેલ, સ્વાદાનુંસાર મીઠું
અમૃતસરી દાલ મખની બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળને સાફ કરી લો. આ પછી દાળને બે વાર પાણીથી ધોઇ લો. હવે આ દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો
પછી સવારમાં આ દાળમાંથી બધુ પાણી કાઢી લો. હવે ટામેટા, ડુંગળી અને લીલાં મરચાને ઝીણાં સમારી લો. ત્યારબાદ કુકરમાં એક ચમચી દેશી ઘી નાંખો. આ ઘીમાં અડદની દાળ, ઝીણી સમારેલી ડુંગળી, આદુનો ટુકડો, 3 કપ પાણી અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને બાફવા મુકી દો. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ધીમા ગેસે 15 થી 20 મિનિટ માટે થવા દો
આ પછી તમારી ટેસ્ટી દાળમખની તૈયાર થઇ જશે. તેને એક બાઉલમાં કાઢીને ઉપર મલાઇ અને કોથમીરથી ગાર્નિસ કરીને સર્વ કરો. દાલ મખની તમે રાઇસ કે જીરા પરાઠા સાથે પણ ખાઇ શકો છે. આ સિવાય તમે રોટલા સાથે ખાઇ શકો