Anant Radhika Wedding Menu : અનંત રાધિકા વેડિંગ મેનુ । મહેમાનો માટે ખાસ વારાણસીની ફેમસ ચાટ

Jul 12, 2024, 01:54 PM

અનંત રાધિકા વેડિંગ 12 જુલાઈ 2024 ના રોજ ભવ્ય રીતે થશે. શાહી અંબાણી પરિવારના ભવ્ય વેડિંગ મેનુમાં શું શું હશે? કઇ વાનગી પિરવસવામાં આવશે?અહીં જાણો

ટમાટર ચાટ

આખા ટામેટાના ભજીયા બનાવી તેના બે ભાગ કરવામાં આવે છે તેમાં લીલી ચટણી, મીઠી ચટણી, ડુંગળી, ઝીણી સેવ, દાડમ વગેરે નાખીને ચાટ બનાવામાં આવે છે. ખાસ વાત એ છે કે આમ એજ ટામેટાની પ્યુરીમાં બધું એડ કરીને બને છે.

પાલક ચાટ

પાલક ચાટની ખાસ વાત છે કે, પાલકને ઝીણી સમારીને નહિ પરંતુ મોટા પાનના ભજીયા બનાવામાં આવે છે ત્યારબાદ તેના પર લીલી ચટણી, મીઠી ચટણી, ડુંગળી, ઝીણી સેવ, દહીં, દાડમ,સીંગ દાણા વગેરે ઉમેરી તૈયાર કરવામાં આવે છે.

ચણા કચોરી ચાટ

આ કચોરી વારાણસીની ફેમસ કચોરી છે. કચોરી પર કાળા ચણાની ગ્રેવી નાખવામાં આવે છે, તેના પર ઝીણું સમારેલ ગાજર, બીટ, મીઠી અને તીખી ચટણી મિક્ષ કરવામાં આવે છે.

પાણીપુરી

પાણીપુરી વિશે કોણ જાણતું નથી! આ પોપ્યુલર ડીશ પણ અનંત રાધિકાના વેડિંગમાં સર્વ કરવામાં આવશે.

સમોસા ચાટ

મેંદામાંથી બનતા બટાકા અને વટાણાનું સ્ટફિંગ કરીને ડીપ ફ્રાય કરવામાં આવતી આ રેસીપી પર તીખી મીઠી ચટણી, ખટાશ માટે આંબલીની ચટણી ત્યારબાદ દહીં, સમારેલ ડુંગળી, કોથમીર, દાડમ વગેરે નાખી ચાટને કલરફૂલ કરીને સર્વ કરવામાં આવે છે.

પાપડી ચાટ

પાપડી ચાટમાં ફરસી પુરીનો યુઝ થાય છે, તેના પર બટાકાનું સ્ટફિંગ મુકવામાં આવે છે, ત્યારબાદ તીખી મીઠી ચટણી, ખટાશ માટે દહીં, ડુંગળી, ઝીણી નાયલોન સેવ અને કોથમીર નાખી સર્વ કરવામાં આવે છે.

ટિક્કી ચાટ

ટિક્કી ચાટમાં ખાસ બટાકા અને ચણાની ટિક્કી બનાવામાં આવે છે તેને ઘીમાં શેકવામાં આવે છે. ત્યારબાદ તેમાં તીખી મીઠી ચટણી, ખટાશ માટે દહીં, ડુંગળી, ઝીણી નાયલોન સેવ અને કોથમીર નાખી પીરસવામાં આવે છે.

Lemon Rice Recipe : બ્રેકફાસ્ટમાં બનાવો સાઉથ ઇન્ડિયન લેમન રાઈસ, ઝટપટ થઇ જશે તૈયાર