Anshula Kapoor Diet plan | અર્જુન કપૂરની અંશુલા કપૂરની વેઇટ લોસનું સિક્રેટ છે આ રોટલી

Jul 11, 2025, 02:26 PM

Anshula Kapoor Diet plan:અર્જુન કપૂર (Arjun Kapoor) ની બહેન અંશુલા કપૂર ( (Anshula Kapoor) તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પરના શો ધ ટ્રેટર્સ (The Traitors) માં જોવા મળી હતી. દર્શકોને પણ આ શો ખૂબ ગમ્યો હતો.

આ ઉપરાંત અર્જુન કપૂર તાજતેરમાં તેની સગાઈને લીધે ચર્ચામાં છે તેણે લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી છે.

અંશુલા કપૂર તેના વેઇટ લોસ અને ડાયટને લઈને પણ ચર્ચામાં રહે છે. તે વજન ઘટાડવાનું સિક્રેટ રોટલી છે. અહીં જાણો અંશુલા ડાયટમાં કઈ લોટની રોટલીનો સમાવેશ કરે છે

અંશુલા કપૂર વેઇટ લોસ ડાયટ

અંશુલા વેઇટ લોસ જર્ની હજુ શરૂ છે, તે નાસ્તામાં એક ઈંડું અને ટોસ્ટ ખાય છે અને બ્લેક કોફી પીવે છે. નાસ્તા પછી તે બીજો કપ બ્લેક કોફી પીવે છે.

અંશુલા કપૂર લંચ

ઘઉંની રોટલી ખાવાને બદલે અંશુલા રાગી રોટલી ખાય છે. વજન ઘટાડવા માટે તે 1-2 રાગી રોટલી, 100-150 ગ્રામ બોનલેસ ચિકન અને સબ્જી ખાય છે.

અંશુલાનું વર્કઆઉટ પહેલાનું ભોજન

અંશુલા નાસ્તા તરીકે ડ્રાયફ્રૂટ્સ અથવા નટ બટરવાળા ફળો ખાય છે. ક્યારેક અંશુલા એગ સેન્ડવિચ અથવા વેજીટેબલ સેન્ડવિચ ખાય છે.

વર્કઆઉટ પછીનું ભોજન

ક્યારેક અંશુલા વર્કઆઉટ પહેલા અને પછીના ભોજન તરીકે ચિકન અથવા વેજીટેબલ કબાબ લે છે. અંશુલા ડ્રાયફ્રૂટ્સ સાથે પ્રોટીન શેક અથવા 1-2 થેપલા પણ છે.

અંશુલા કપૂર ડિનર

અંશુલા તેના ડિનરમાં તંદૂરી ચિકન અને શેકેલા શાકભાજી બનાવે છે. આ ઉપરાંત તે રાગી રોટલી અથવા બોનલેસ ચિકન અને શાકભાજી પણ ખાય છે.

અંશુલા કપૂરનો ડિનર પછીનો નાસ્તો

અંશુલા મોડી રાત સુધી જાગતી રહે છે. આવી સ્થિતિમાં, જો તેને ડિનર પછી ભૂખ લાગે છે, તો તે ક્યારેક પ્રોટીન શેક લે છે અથવા ક્યારેક પ્રોટીનયુક્ત નાસ્તો ખાય છે.

અંશુલા કપૂર વર્કઆઉટ રૂટિન

તે સ્ટ્રેન્થ ટ્રેનિંગની સાથે ફંક્શનલ ટ્રેનિંગ સાથે સેશન પૂર્ણ કરે છે. તે અઠવાડિયામાં 4 વખત સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે અને 1-2 દિવસ કાર્ડિયો માટે સમર્પિત કરે છે.