અપ્પમ રેસીપી, એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો

Dec 15, 2025, 11:40 PM

અપ્પમ રેસીપી

અપ્પમ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. તે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે.

અપ્પમ રેસીપી

તમે બહાર લારી જેવા ટેસ્ટી અપ્પમ ઘરે પણ બનાવી શકો છો. અહીં અપ્પમ બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

અપ્પમ સામગ્રી

રવો, દહીં કે છાશ, બાફેલા મકાઈના દાણા, મીઠું, તેલ, કેપ્સીકમ, કોબી, ડુંગળી, કોથમીર, ચીલી ફ્લેક્સ, ખાવાના સોડા.

અપ્પમ બનાવવાની રીત

રવાને બરાબર સાફ કરી દો અને થોડુંક પાણી નાખી 2 કલાક માટે પલાળી મૂકો. આ પછી રવો બરાબર ફૂલી જશે જરૂર પડે તો તેમાં બીજું પાણી ઉમેરવું અને થોડુંક ઢીલું કરવું.

સ્ટેપ 2

ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ,બાફેલા મકાઈના દાણા, ચીલી ફ્લેક્સ, સોડા, ડુંગળી, કોથમીર અને મીઠું નાખો. આ બધાને બરોબર મિક્સ કરો. આ રીતે અપ્પમનું ખીરું તૈયાર થઇ જશે.

સ્ટેપ 3

હવે અપ્પમ માટે એક વાસણ આવે છે તેને સહેજ ગરમ કરો. તેના દરેક ખાનામાં થોડુ તેલ મૂકો અને પછી તેના પર ખીરું પાથરો. હવે ધીમી આંચે અપ્પમને ચડવા દો.

સ્ટેપ 4

અપ્પમની એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને ફેરવી નાખો અને બીજી બાજુને ચડવા દો.

સ્ટેપ 5

અપ્પમની સાઈડ પલટાવતાં પહેલા તેના પર એક ટીંપુ તેલ નાખો જેથી બીજી બાજુ બરાબર ચડે.

અપ્પમ તૈયાર

આ રીતે તમારા ટેસ્ટી અપ્પમ તૈયાર થઇ જશે. તેની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.