1 મધ્યમ સમારેલું સફરજન, 1 પાકું કેળું, 1 કપ ઠંડુ દૂધ, 1 ચમચી મધ અથવા ખજૂર (સ્વાદ મુજબ), થોડા બરફના ટુકડા, થોડો જાયફળ પાવડર અથવા તજ પાઉડર
સૌપ્રથમ, સફરજન અને કેળાને નાના ટુકડામાં કાપી લો. આ બંને ફળોને મિક્સર અથવા બ્લેન્ડરમાં નાખો.
હવે તેમાં દૂધ, મધ અને બરફના ટુકડા ઉમેરો. જો તમને હળવો સ્વાદ જોઈતો હોય તો તમે તેમાં એક ચપટી જાયફળ અથવા તજ પાવડર ઉમેરી શકો છો.
મિશ્રણ ખૂબ જ ક્રીમી અને ઘટ્ટ બને ત્યાં સુધી બધું સારી રીતે ભેળવી દો. તૈયાર કરેલી સ્મૂધીને ગ્લાસમાં રેડો અને તરત જ પીરસો.