શું એવા કોઈ કુદરતી ઉપાય છે જે કબજિયાતમાં મદદ કરી શકે?
ડાયેટિશિયન રિચા ગંગાણીએ કબજિયાતનો સામનો કરવા માટે શટિપ્સ શેર કરી હતી
તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે,“ કબજિયાતમાં મદદ કરવા માટે ડાયેટરી ફાઇબર અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન જરૂરી છે. અહીં કેટલીક ખાદ્ય વસ્તુઓ છે જે તમને કબજિયાતની સમસ્યામાં મદદ કરી શકે છે.''
સૂકા અંજીર: સૂકા અંજીર એ તમારા ફાઇબરના સેવનને વધારવા અને આંતરડાની તંદુરસ્ત આદતોને પ્રોત્સાહન આપવા માટે એક સરસ રીત છે. તમે બે સૂકા અંજીરને પાણીમાં પલાળીને થોડો સમય રાખી શકો છો. આ પલાળેલા અંજીરને દિવસના કોઈપણ સમયે ખાઓ.
આદુ: આદુને કબજિયાત માટે પસંદગીનો ઉપાય કહેવાય છે, ખાસ કરીને હર્બલ દવાઓના પ્રેક્ટિશનરોમાં. 'વોર્મિંગ હર્બ' તરીકે પણ ઓળખાય છે, આદુ શરીરમાં ગરમીનું ઉત્પાદન વધારે છે જે મંદ પાચનને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે.
કાળી કિસમિસ: કાળી કિસમિસમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે , આ ન માત્ર કબજિયાત માટે અસરકારક કુદરતી ઉપાય તરીકે કામ કરે છે પણ તમને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે.
ગરમ પાણી: પાણી પીવું એ રાહત આપવા અને કબજિયાતને રોકવા માટે એક અસરકારક રીત છે. હાઇડ્રેટેડ રહેવાથી મળને નરમ કરવામાં મદદ મળે છે અને તેને પસાર થવામાં સરળતા રહે છે. ઠંડું પીવા કરતાં ગરમ પાણી પીવાથી ખોરાક ઝડપથી તૂટી જાય છે.