આયુર્વેદિક દવાનું સેવન કરતી વખતે અમુક બાબતોની સાવચેતી રાખવી
આયુર્વેદ ચિકિત્સક ડૉ. રેખા રાધામોનીના જણાવ્યા અનુસાર, "આ દવાઓને ઉપયોગ કરવા યોગ્ય બનાવવા માટે તેનું શુદ્ધિકરણ અત્યંત મહત્વપૂર્ણ છે."
સૌથી પહેલા ખાતરી કરો કે આયુર્વેદીક દવા વિશ્વસનીય સ્થળેથી ખરીદવામાં આવેલી હોય.
સોશિયલ મીડિયામાં ઘણા ઈન્ફ્લુઝર અમુક બ્રાન્ડનું નામ લેતા જોયા હશે, જેના બદલામાં તેમને કમિશન મળે છે. જો કે, વિશ્વસનીય દવા શોધવાની આ યોગ્ય રીત નથી.
ફાર્મા કંપનીઓ તરફથી મળતા કમિશન કે ભેટ-સોગાંદની તુલનાએ ડોક્ટરોને તેમના દર્દીની ચિંતા વધારે રહે છે.
આયુર્વેદીક દવાઓ અત્યંત ઓછી માત્રામાં અપાય છે. ઉપરાંત દવાનું પ્રમાણ બીમાર વ્યક્તિની ઉંમર, શરીરની તંદુરસ્તી, શારીરિક શક્તિ વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે.
આયુર્વૈદીક દવાઓનું સેવન ચોક્કસ સમયે કરવામાં આવે તો તેની સારી અસર થતી હોય છે. સમય અનુસાર દવાઓ પણ બદલાય છે.