બદામ હલવો ઘરે પણ ટેસ્ટી બનશે, અપનાવો આ રીત

Dec 09, 2025, 09:42 PM

બદામ હલવો

બદામ હલવો ઘરે પણ ટેસ્ટી બનશે, અપનાવો આ રીત

બદામ હલવો રેસીપી

શિયાળામાં પૌષ્ટિક આહારમાં તમે બદામ હલવો ખાઇ શકો છો. જે એકદમ સ્વાદીષ્ટ લાગે છે.

બદામ હલવો સામગ્રી

ઘી, પલાળેલી બદામ, દૂધ, ખાંડ, ઈલાયચી પાઉડર, કેસર, પાણી.

બદામનો હલવો બનાવવાની રીત

સૌ પ્રથમ બદામને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે પાણીને બદામ સાથે હળવું ગરમ કરો. આનાથી બદામને છોલવાનું કામ ખૂબ જ સરળ બનશે.

બરછટ પીસી લો

બદામને છોલીને મિક્સર જારમાં નાખો અને પીસી લો. તમે બદામને પીસવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. બદામનો હલવો થોડો બરછટ બને છે, તેથી તે મુજબ પીસી લો.

ઘી અને બદામ નાખો

હવે એક પેનમાં 3-4 ચમચી ઘી નાખો અને તેમાં પીસેલી બદામ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો. હવે દૂધ થોડું થોડું ઉમેરો અને મિક્સ કરતા રહો. રંગ માટે બદામના હલવામાં પલાળેલા કેસર નાખો.

ખાંડ ઉમેરો

આ પછી બદામના હલવામાં મીઠાશ મુજબ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો. થોડીવાર હલાવતા રહ્યા પછી, બદામનો હલવો ઘી છોડવા લાગશે.

બદામનો હલવો તૈયાર

આ પછી તેમાં પીસેલી એલાઇચી ઉમેરો અને તેને મિક્સ કરો. ગરમા ગરમ બદામનો હલવો તૈયાર છે. તમે તેને સર્વ કરી શકો છો.