Badam Pak Recipe | યાદશક્તિ વધારે તેવો મજેદાર બદામ પાક

Jan 13, 2025, 03:57 PM

સામગ્રી

250 ગ્રામ બદામ, 200 ગ્રામ ગોળ, 200 ગ્રામ માવો, 100 ગ્રામ ઘી, 2 ચમચી ખસખસ, 2 ચમચી ઈલાયચી પાઉડર, 1 ચમચી જાયફળ પાઉડર, ગાર્નિશિંગ માટે કાજુ બદામ કતરણ

બદામ પાક રેસીપી

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો એમાં માવો નાખીને સારી રીતે શેકી લો, તેને સતત હલાવતા રહો એટલે માવો શેકાઈ જાય.

બદામ પાક રેસીપી

ત્યારબાદ બધી બદામને મીક્ષરમાં કાઢીને તેનો પાઉડર તૈયાર કરો, હવે તેને એક બાઉલમાં કાઢીને રાખો.

બદામ પાક રેસીપી

તૈયાર બદામ પાઉડરને માવાના મિશ્રણમાં ઉમેરો, હવે તે મિશ્રણને સારી રીતે શેકી લો, ત્યારબાદ એક ડીશમાં કાઢીને ઠંડુ થવા દો.

બદામ પાક રેસીપી

હવે કડાઈમાં ફરી ઘી ગરમ કરો એમાં સમારેલ ઝીણો ગોળ નાખો અને ગોળને સારી રીતે પકાવીને ચાસણી તૈયાર કરો, ચાસણી તૈયાર થઇ જાય એટલે એમાં બદામ અને માવાનું મિશ્રણ ઉમેરો.

બદામ પાક રેસીપી

બધું મિશ્રણ સારી રીતે મિક્ષ કરીને એમાં ખસખસ, ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો અને ફરી બધું મિક્ષ કરો.હવે મિશ્રણને એક મોટી ડીશમાં પાથરો અને એના પર કાજુ અને બદામની કતરણ પાથરો, ત્યારબાદ બદામ પાકને ચોરસ શેપમાં કટ કરો અને ગરમ ગરમ બદામ પાક સર્વ કરો